અમેરિકા ઈરાન યુદ્ધ અસર/ગોલ્ડમાં રૂ.૫૦૦ અને ચાંદીમાં રૂપિયા ૭૫૦નો ઘટાડો નોંધાયો

અમેરિકા અને ઇરાક વચ્ચે ચાલી રહેલી યુદ્ધની અસર ભારતીય બજાર ઉપર પડી રહી છે. છેલ્લા છ મહિનાથી ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે જ યુદ્ધના કારણે ગોલ્ડ માર્કેટ ઉપર મોટી અસર પડી છે. ગોલ્ડના ભાવ ઘટવાની લોકોને આશા હતી પરંતુ ભાવ ૧૦ ગ્રામ ગોલ્ડના ૪૨,૨૦૦ પહાંચીને ૪૧,૭૦૦ ઉપર સ્થિર થયા છે. જ્યારે ચાંદીનો પ્રતિ કિલો ૪૮,૭૫૦થી ભાવ ઘટીને આજરોજ ૪૮,૦૦૦ પહાંચ્યો છે. આમ ગોલ્ડમાં ૫૦૦ રૂપિયા અને ચાંદીમાં ૭૫૦ રૂપિયાનો ઘટાડો નાંધાયો છે.

ગોલ્ડ માર્કેટના વર્તુળોનું કહેવું છે , ગોલ્ડના ભાવ તેજીથી વધ્યા એટલે આવા સમયે માર્કેટ રિવર્સ થાય છે જેના કારણે ભાવમાં નજીવો ઘટાડો રહે છે પરંતુ ઉતરાણ સુધીમાં ૪૩,૦૦૦ પહોચી જવાની શક્યતાઓ રહેલી છે. તેવી પરિસ્થિતિ વચ્ચે ચાંદીમાં ડિમાન્ડ ઓછી હોવાથી ભાવમાં ઘટાડો નોધાયો છે પણ ગ્રાહકો ખરીદી કરી શકે તેવા સોના ચાંદીના ભાવ બજારમાં નથી. ઉતરાણ પછી લગ્નની સિઝન શરૂ થઇ રહી છે તેમ છતાં જવેલર્સના શોરૂમોમાં કોઇ મોટી ખરીદી દેખાતી નથી. ગોલ્ડના ભાવ ઘટયા છતાં માર્કેટમાં મંદીનો માહોલ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યો છે. શોરૂમોના સંચાલકોનું કહેવું છે કે, ગોલ્ડની આયાત ડયૂટી ૧૦ ટકાથી વધારીને ૧૨.૩૦ ટકા કરવામાં આવ્યા પછી જ ગોલ્ડના ભાવ સતત વધ્યા છે જેના કારણે ગ્રે -માર્કેટ વધારે ઊંચું આવ્યું છે. ગ્રે -માર્કેટને રોકવા માટે સરકાર પાસે કોઇ મશીનરી નથી.જો બજેટમાં આયાત ડયૂટીમાં ઘટાડો કરવામાં આવે તો જ ગોલ્ડના ભાવ ઘટી શકે છે.

ગોલ્ડના ભાવ આસમાને પહોંચ્યા પછી ગ્રે માર્કેટમાં નોંધપાત્ર ઉછાળો જ જોવા મળી રહ્યો છે. ૧૦ ગ્રામ, ૧૦૦ ગ્રામ અને એક કિલાગ્રામના સોનાના બિસ્કીટ ગ્રે-માર્કેટ (બેનંબર)માં એક હજાર ઘટાડા સાથે ગોલ્ડ વેચાઇ રહ્યું છે. ગ્રે-માર્કેટમાં જીએસટી સિવાય ગોલ્ડનું વેચાણ થઇ રહ્યું હોવાથી ગોલ્ડના ભાવ ઓછા હોય છે. માત્ર અમદાવાદ જ નહિ ગુજરાતમાં સૌથી વધુ ગોલ્ડ બેનંબરમાં વેચાઇ રહ્યું છે. લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે વિદેશથી આવતા પેસેન્જરો પણ સોનાના દાગીના પહેરીને આવી રહ્યા છે. દાણચોરીના માધ્યમથી પણ સોનુ ભારતીય બજારમાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.