12 દેશના ટેક્સ અધિકારીઓને મોદી સરકારે ધંધે લગાડયા, વેપારીઓ આનંદ મા

બજેટની તૈયારીઓ જોરશોરથી થઇ રહી છે. આશા કરવામાં આવી રહી છે કે, આ બજેટમાં ઇન્કમ ટેક્ટ પેયર્સને રાહત મળી શકે છે. મંગળવારે એક કાર્યક્રમમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકાર ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. ઇમાનદાર ટેક્સ ટેયર્સને કોઇ મુશ્કેલી ન થાય, તેના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.

CAIT ( કન્ફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ)ના કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં નાણા મંત્રીએ કહ્યું કે, GST સિસ્ટમને સારી બનાવવાને લઇ કોઇ પણ પ્રકારની સલાહનું સરકાર સ્વાગત કરે છે. અત્યાર સુધીમાં જેટલી પણ સલાહ મળી છે, તેને ધ્યાનમાં રાખતા સરકારે જરૂરી પગલા લીધા છે.

જાણકારી માટે બતાવી દઇએ કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં વેપારીઓને આવી રહેલ અડચણો અને તેનું અનુપાલન સરળ કરવા માટે કેન્દ્ર સરકાર લગભગ એક ડઝન ડેટલા દેશોના અધિકારીઓ અને વિશેષજ્ઞોની મદદ લઇ રહી છે. ગત દિવસોમાં દેશભરમાં ઝોનલ સ્તર પર સ્ટોકહોલ્ડર્સની સાથે થયેલ બેઠકમાં નોંધાયેલ ફરીયાદો અને સલાહોના આધારે રિટર્ન અને રિફંડની પ્રક્રિયા વધુ સરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.