અભિનેત્રી માધુરી દીક્ષિતને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી કાર્યાલયે લોકો વચ્ચે મતદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે ‘સદ્ભાવના રાજદૂત’ બનાવી છે. રાજ્યમાં 21 ઓક્ટોબરથી વિધાનસભાની ચૂંટણી થશે અને 24 ઓક્ટોબરે મતગણના થશે.
અભિનેત્રી દેશના વિકાસમાં લોકતાંત્રિક પ્રક્રિયાઓ અને મતદાતાઓની ભુમિકાઓ વિશે જણાવતાં ‘લેટ અસ વોટ’ નામના વીડિયોમાં નજરે આવશે. ચૂંટણી પંચે એપ્રિલ-મેમાં લોકસભા ચૂંટણી દરમિયાન 12 હસ્તિઓને સદ્ભાવના રાજદૂત નિયુક્ત કર્યા હતા.
તેમાં મૃણાલ કુલકર્ણી, પ્રશાંત દામલે, નિશિગંધા વાડ, ઉષા જાધવ, વૈજ્ઞાનિક અનિલ કાકોડકર, રનર લલિતા બાબર, સ્વીમર વીર્ધવાલ ખડે, નિશાનબાજ રાહી સરનોબત, ટ્રાન્સજેન્ડર કાર્યકર્તા ગૌરી સાવંત વગેરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.