- ગુજરાતમાં જાણીતો એવો રણોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના લોકો સહિત દેશ વિદેશના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે તે રણોત્સવમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આજના સૂર્યોદય બાદ સફેદ રણમાં બનેલી ટેન્ટસિટીમાં આગ લાગવાની દૂર્ઘટના બની હતી. જેમાં 3થી વધુ ટેન્ટ બળીને ખાખ થઈ ગયા છે. આ ઘટનાને પગલે તાત્કાલિક સુરક્ષાના કારણોસર ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.
કચ્છના રણોત્સવ ટેન્ટસીટીમાં લાગેલી આગનું સાચું કારણ સામે આવ્યું હતું. હાલ એવું કહેવાઈ રહ્યું છે કે, હીટરથી આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી. પરંતુ જે ટેન્ટમાં આગ લાગી હતી તેમાં પ્રવાસીઓના ડોક્યુમેન્ટ્સ અને કપડા સહિતનો મુદ્દામાલ સળગીને રાખ થઈ ગયો હતો.
સૂત્રો પાસેથી આ દુર્ઘટનાને લઈને એવા પણ સમાચાર મળી રહ્યા છે કે, જે ટેન્ટમાં આગ લાગી હતી, તેમાંના એક ટેન્ટમાં અમેરિકાથી આવેલ ટૂરીસ્ટ હતા. જેમના ડોલર તેમજ ટિકિટ સહિતના ડોક્યુમેન્ટ્સ પણ આગ હવાલે થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં કોઈ કોઈ જાનહાનિ ન થતા તંત્ર સહિત દેશવિદેશથી આવેલા પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.