આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર : ભાજપ સામે મુસીબતોનો પહાડ

વર્ષ 2020માં ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળી રહ્યું છે.તા.10મીએ મળનાર વિધાનસભા સત્ર તોફાની બની રહે તેવી શક્યતા જોવાઇ રહી છે કેમકે, આ એક દિવસીય સત્રમાં સીએએ,શિશુ મોત, બેરોજગારી, રાજ્યમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતી,સરકારી પરીક્ષાઓમાં થતી ગેરરીતી ઉપરાંત પાકવિમાનો મુદદો ગાજશે. વિપક્ષ આ બધાય મુદ્દે રાજ્ય સરકારને ઘેરવા આક્રમક વલણ અપનાવવાના મૂડમાં છે. ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસી ધારાસભ્યોના પ્રતિનીધીમંડળે રાજ્યપાલને મળીને આ બધીય સમસ્યા મુદ્દે વિસ્તૃત કર્ચા કરવા સત્રનો સમય લંબાવવા માંગણી કરી છે.

ગુજરાત વિધાનસભાનું આજે એક દિવસીય સત્ર મળશે. કામકાજ સલાહકાર સમિતીની બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, બંધારણના અનુચ્છેદ 176 મુજબ રાજ્યપાલના સંબોધનની વિધાનસભા સત્રનો પ્રારંભ થશે. રાજ્યપાલના સંબોધન બાદ 15 મિનિટનો વિરામ રહેશે.ત્યારબાદ કામકાજ સલાહકાર સમિતીની બેઠકનો અહેવાલ ગૃહમાં રજૂ કરાશે. બંધારણના 126માં સુધારાને બહાલી આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે જેમાં લોકસભામાં રાજ્યોમાં વિધાનસભામાં અનુસુચિત જાતિ અને જનજાતિ માટે બેઠકોમાં આરક્ષણ માટેની મુદતમાં 10 વર્ષનો વધારો કરવા બંધારણિય સુધારો કરાયો છે.આ કાયદો બંને ગૃહોમાં પસાર કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.