કોચ રવિ શાસ્ત્રીનું મોદી ગવર્મેન્ટનાં સમર્થનમાં CAA પરનુ નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ સંશોધિત નાગરિક્તા કાયદો (CAA) વિરૂદ્ધ વચ્ચે સંયમ રાખવાની અપિલ કરી છે અને કહ્યું છે કે તેમને લાગે છે કે, આ વિવાદાસ્પદ કાયદાથી લાંબા સમયમાં ખુબ જ સકારાત્મક વસ્તુઓ જોવા મળશે. શાસ્ત્રીએ કહ્યું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, સરકારે આ કાયદાને લાવવવાનો નિર્ણય લેતા પહેલા ખુબ જ વિચાર્યું હશે.

ભારતીય ટીમના કોચે કહ્યું,’મેં જ્યારે આ સીએેએ (Citizenship Amendment Act) અને અન્ય વસ્તુઓ થતી જોઇ તો મેં વિચાર્યુ કે, આપણે સૌ ભારતીય છે. મારી ટીમમાં પણ વિભિન્ન જાતિઓ અને વિભિન્ન ધર્મોના ખેલડીઓ છે પરંતુ અમે ભારતીય છીએ. હું કહીશ કે તમે સંયમ જાળવો કારણ કે મને લાંબા સમયમાં આથી ખુબ જ સારી સકારાત્મક વસ્તુઓ દેખાઇ રહી છે.’ તેમણે વધુમાં કહ્યું,’મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકારે આ વિશે યોગ્ય રીતે વિચાર્યું હશે. આ કાયદામાં કેટલીક વસ્તુઓ એવી પણ છે જેમા થોડો ફેરબદલ કરવાની જરૂર છે અને તેઓ ભારતીયોના ફાયદા માટે આવું કરશે. હું અહિંયા એક ભારતીય હોવાના કારણે બોલી રહ્યો છું.’

શાસ્ત્રીએ કહ્યું,’હું અહિંયા કોઇ ધર્મ વિશે વાત નથી કરી રહ્યો કારણ કે, હું ભારતીય હોવાના કારણે બોલી રહ્યો છું. હું આવો જ રહ્યો છું અને આ તમામ વસ્તુનો અનુભવ મેં ત્યારે કર્યો છે જ્યારે હું દેશ માટે ક્રિકેટ રમતો હતો. માટે ભારતીય હોવાના કારણે મને તેના પર બોલવાનો અધિકાર છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.