મોડાસાની યુવતી કાજલ પર એસિડ એટેક અને હત્યા મામલે આ અભિનેતાએ કહી આ મોટી વાત

અરવલ્લીના મોડાસામાં યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની લાશ ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી. આ ઘટનાના પડઘા હવે બોલિવુડ સુધી પડ્યા છે. બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખે પોતાની માઈક્રોબ્લોગીંગ સાઈટ ટ્વીટર પર આ અંગે ટ્વીટ કરી હતી અને દુખ વ્યક્ત કર્યું હતું. રિતેશ દેશમુખે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું હતું કે, 19 વર્ષની યુવતીનું અપહરણ કરવામાં આવ્યું, ગેંગરેપ કરવામાં આવ્યો, મર્ડર કરવામાં આવ્યું અને તેને ઝાડ સાથે લટકાવી દેવામાં આવી. એ ભૂલી જવું જોઈએ કે તે કયા ધર્મની હતી. એ પણ ભૂલી જવું જોઈએ કે તે કઈ જ્ઞાતિ સાથે સંકળાયેલી હતી. માત્ર એટલું યાદ રાખવું જોઈએ કે તે યુવાન છોકરી હતી. આ પાપ આચરનારા નરાધમોને લટકાવી દેવા જોઈએ.

રિતેષના ટ્વીટને મળ્યો પ્રતિસાદ

રિતેશ દેશમુખે કરેલી આ ટ્વીટ બાદ તેને ઘણા લોકોએ રિ-ટ્વીટ કરી હતી અને આ ટ્વીટ દિવસભરમાં ખૂબ ચર્ચામાં રહ્યું હતું. લોકોએ રિતેષની ટ્વીટને રિટ્વીટ કરી હત્યારાઓને ફાંસી આપવાની માગ પણ કરી હતી.

અનુસૂચિત જાતિના આયોગે પણ માગ્યો રિપોર્ટ

મોડાસાના સાયરા ગામની યુવતીના મોત પ્રકરણ મામલે કેન્દ્રીય અનિસૂચિ જાતિ આયોગે રિપોર્ટ માંગ્યો છે. યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા ક્રરી હોવાનો આક્ષેપ પરિવારજનો ધ્વરા કરવામાં આવી રહ્યો છે જેને પગલે આયોગ દ્રારા કલેક્ટર અને પોલીસ વડા પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.