ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ :CAA તરફી બિલ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પાસ

આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પસાર કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવ્યા હતા. આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ અને વોકઆઉટ કરવામાં આવ્યું હતું. જેના કારણે એક દિવસીય સત્ર તોફાની બન્યું હતું. જો કે વિપક્ષનાં તમામ ધમપછાડા છતા પણ આખરે રૂપાણી સરકાર દ્વારા સીએએનાં કાયદાને સમર્થન આપતું બિલ આખરે બહુમતીથી વિધાનસભામાં પાસ થઇ ગયું હતું.

કોંગ્રેસના હોબાળા બાદ વિધાનસભાની કાર્યવાહી ફરીથી ચાલું થઈ હતી. આ સત્ર દરમિયાન CMએ રજૂ કરેલ SC/ST અનામતનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર થયો હતો. SC/ST અનામતના કાયદાને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું. ત્યારબાદ પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં CAAના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં તેમણે કોંગ્રેસને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપો થયો હતો. પ્રદીપસિંહે જણાવ્યું કે, પાકિસ્તાનનો હિંદૂ વિરોધી ચહેરો ખુલ્લો પડ્યો છે. પાકિસ્તાનની દલાલી કરતા દલાલો પણ આ કાયદાના આધારે ખુલ્લા પડ્યા છે. ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, તમારા આકાઓના ઈશારે ભારત અને ગુજરાતમાં અશાંતિ ફેલાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.