સ્વચ્છ સુરત-સુરક્ષિત સુરત ક્યારે બનશે? છેલ્લા 5 વર્ષમા બળાત્કારની આટલી ઘટના

આજે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લાં 5 વર્ષમાં સામૂહિક બળાત્કારની 131 જેટલી ઘટનો બની છે. જે પૈકી રાજ્યના સુરત શહેરમાં આ ઘટનાઓનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. આ સામૂહિક બળાત્કારની ઘટનાઓમાં 500 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે હજુયે 18 આરોપીની ધરપકડ કરવાની બાકી છે. જે ઝડપથી ધરપકડ કરી લેવા કાર્યવાહી ચાલી રહી છે.
કોંગ્રેસના જામનગરના સભ્ય વિક્રમ માડમના પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, સામૂહિક બળાત્કારની સૌથી વધુ 26 ઘટનાઓ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બની છે. તો બીજી તરફ સુરત શહેરમાં 8, જ્યારે બીજા ક્રમે અમદાવાદ શહેરમાં 17 સામૂહિક બળાત્કારના બનાવો બન્યા છે. રાજકોટ શહેરમાં 3 બનાવો બન્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જયારે રાજ્યમાં ત્રીજા ક્રમે ભાવનગર શહેર- જિલ્લામાં 11 બનાવો બન્યા છે.
ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં બનેલા અલગ અલગ બનાવોમાં પોલીસે 500 આરોપીને પકડ્યા છે. સૌથી વધુ 85 આરોપીઓ ભાવનગર શહેર અને જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે. જ્યારે 73 આરોપીઓ અમદાવાદ શહેર અને જિલ્લામાં બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાઓ મામલે પકડ્યા છે. તો બીજી તરફ રાજકોટ શહેરમાં બનેલી ઘટનાઓમાં 9 આરોપીઓ પકડવામાં આવ્યા છે. જો કે, રાજ્યમાં બનેલી સામૂહિક બળાત્કારની અલગ અલગ ઘટનાઓમાં સંડોવાયેલા 18 આરોપીને પકડવાના બાકી હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો.

વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી હતી કે, છેલ્લાં 5 વર્ષના સમયગાળામાં રાજ્યમાં સેનાના દોરાની ચીલ ઝડપ કરવાની 3131 જેટલી ઘટનાઓ બની હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.