લાઠીમાં કર્મચારીઓને ગિફ્ટમાં ગાડીઓ આપનાર સવજી ધોળકિયાને ઝટકો

લાઠીમાં ગાંધીજીની મૂર્તિ તોડી પાડવાના ચકચારી પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન ધોળકીયા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા જ કેટલાક શખશોએ ડ્રામા રચીને પોલીસ તથા મીડિયાને ગેરમાર્ગે દોર્યા હોવાનું ખૂલ્યા બાદ પોલીસ દ્વારા ઉદ્યોગપતિને સમન્સ પાઠવવામાં આવ્યું છે.

લાઠીના દૂધાળા નજીક આવેલા સરોવર પાસે મૂકવામાં આવેલી મહાત્મા ગાંધીની મૂર્તિ આસામાજીક તત્વોએ તોડી નાખવાના મુદ્દે ભારે ચકચાર મચી હતી અને દેશમાં શાંતિ ડહોળાય તેવું વાતાવરણ સર્જાયું હતું. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આ કેસની તપાસમાં ધોળકીયા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા કેટલાક લોકો દ્વારા અગાઉથી જ તૂટેલી મૂર્તિ રાખીને મીડિયાને બોલાવી ખોટો ડ્રામા ઊભો કરવામાં આવ્યો હતો.

આ અંગે અમરેલીના એએસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, સીઆરપીસીની કલમ ૯૧ મુજબ પોલીસ દ્વારા લાઠી અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તેમને તા.૧૩ના લાઠી પોલીસ સ્ટેશનમાં ૧૧ વાગ્યે પૂછપરછ માટે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.