ઉત્તર પ્રદેશનાં કન્નોજમાં ગઈ કાલે શુક્રવાર રાત્રે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. છિબરામઉમાં જી.ટી.રોડ પર થયેલા આ અકસ્માતમાં બસ અને ટ્રકમાં આગ લાગી હતી. જેમાં 20 મુસાફરોનાં મોતની આશંકા છે. જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. જાણકારી પ્રમાણે, બસમાં આશરે 40 લોકો સવાર હતાં. જોકે મૃતકોના આંકદાને લઈને હજી પણ સ્થિતિ સ્પષ્ટ નથી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું હતું.
આ ભિષણ અકસ્માતને લઈને કાનપુર રેંજના આઈજીનું કહેવું છે કે, આ અકસ્માત એટલો તો ભયાનક હતો કે મૃતદેહો દર્દનીય રીતે સળગી ગયા છે. મૃતકોના હાડકા પણ સળગી ગયા હોવાનું માનવામાં આવે છે. મૃતકોનો સાચો આંકડો તો ડીએનએ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. બસમાંથી હજી સુધી મૃતદેહો બહાર કાઢી થકાયા નથી. આઈજીએ જણાવ્યું હતું કે, 20 લોકો લાપતા છે, શક્ય છે કે તે તમામના મૃત્યું નિપજ્યા હોય.
ઘટના સમયે બસમાં 40 મુસાફરો સવાર હતાં. જેમાંથી કેટલાક મુસાફરો બહાર નીકળી ગયા હતા જ્યારે કેટલાક મુસાફરો હાલ પણ અંદર ફસાઈ ગયા હતા. આ અકસ્માત નજરે જોનારાઓના મતે 10થી 15 લોકો બસમાંથી કૂદીને બહાર નિકળ્યા હતાં. કાનુપર રેન્જનાં આઇજી મોહિત અગ્રવાલે જણાવ્યુ કે, 13 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર સ્લીપર બસ ફર્રુખાબાદથી જયપુર જઇ રહી હતી. ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.