ફાંકા ઝીંકતા પાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારત સાથે યુદ્ધનો ડર, UN પાસે લંબાવ્યો હાથ

પાકિસ્તાનને ભારતની સાથે વિનાશક યુદ્ધનો ડર સતાવી રહ્યો છે અને તેણે સંયુક્ત રાષ્ટ્ર પરિષદ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતેરેસેને આ યુદ્ધ રોકવા માટે નિર્ણાયક પગલા લેવા માટે અવાજ લગાવી છે. પાકિસ્તાનનાં રાજદૂત મુનીર અકરમે સુરક્ષા પરિષદની ઑપન ડિબેટમાં કહ્યું,

“પાકિસ્તાન સુરક્ષા પરિષદ અને મહાસચિવને અનુરોધ કરી રહ્યું છે કે તેઓ પાકિસ્તાન અને ભારતની વચ્ચે કોઈ વિનાશક જંગને રોકવા માટે પગલા ઉઠાવે. સાથે જ જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકારોનાં ઘોર ઉલ્લંઘન અને કાશ્મીરી લોકોને તેમનો આત્મનિર્ણયનો અધિકાર અપાવવા માટે પહેલ કરે.”

સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરને સન્માન આપવા પર ગુરૂવારનાં થયેલી ચર્ચામાં અકરમે કાશ્મીરનાં મુદ્દા પર જ ભાર આપ્યો અને ભારતની વિરુદ્ધ એવા આરોપ લગાવ્યા જે સત્યથી ઘણા જ દૂર છે. તેમણે કહ્યું કે, “કાશ્મીરમાં દોઢ સો દિવસથી કર્ફ્યૂ લાગ્યું છે. ત્યાં સંચાર બ્લેકઆઉટની સ્થિતિ છે. તમામ કાશ્મીરી નેતા જેલમાં છે. હજારો યુવાઓનો પર અત્યાચાર થઈ રહ્યો છે.” તેમણે કહ્યું કે, “પાકિસ્તાની પ્રતિનિધિમંડળે પત્રકારો અને સુપરવાઇઝરની રિપોર્ટ પર આધારિત એક ડોઝિયર સોંપ્યું છે. જે કાશ્મીરમાં ભય અને આતંકનાં રાઝને સ્પષ્ટ કરે છે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.