JNU મામલે દીપિકાને લઈને પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને કહ્યું આવું

હાલમાં જ અભિનેત્રી દીપિકા પાદુકોણ JNU હિંસા બાદ વિદ્યાર્થીઓના સમર્તન માટે JNU કેમ્પસ પહોંચી હતી. જ્યાં તેણે મૌન પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ દીપિકા ટ્વીટરથી લઈને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ્સી ચર્ચામાં રહી. અમુક લોકોએ તેની ફિલ્મ ‘છપાક’નો બહિષ્કાર કરવાની વાત કરી તો અમુકે દીપિકાની પ્રશંસા કરી. આ મામલે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને દીપિકાની JNU મુલાકાતને લઈને વાત કરી છે.

પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને તેમના બ્લોગમાં દીપિકાનું નામ લીધા વિના લખ્યું કે, જ્યારે એક અભિનેત્રી તેની ફિલ્મને જોખમમાં મૂકીને JNU પીડિતોને મળીને વિરોધ દર્શાવે છે, તો એ આપણને એ કારણે પ્રેરિત કરે છે દાવ પર શું લાગ્યું છે. તેમણે દેખાડ્યું કે, સત્ય અને ન્યાય માત્ર મોટા-મોટા શબ્દો નથી. બલ્કે આદર્શ છે જેમના માટે બલિદાન આપી શકાય છે.

તેમણે લખ્યું, આજે ભારતના અલગ અલગ સમુદાયોના યુવાઓ સાથે મળીને માર્ચ કરી રહ્યા છે. હિંદુ અને મુસ્લિમ સાથે મળીને તિરંગાની સાથે ચાલી રહ્યા છે. અને તે વિભાજનનો અસ્વીકાર કરી રહ્યા છે, જે નેતાઓએ તેમના ફાયદા માટે તૈયાર કર્યું છે. તેમણે દેખાડી દીધુ કે બંધારણ સૌથી ઉપર છે અને તેનાથી ઉપર કોઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.