ભાજપી નેતાનુ વિવાદાસ્પદ નિવેદન: દીપિકા પોર્ન કરત તો પણ સરકાર તેને ટેક્સ ફ્રી કરી દેત

ભાજપા નેતાએ અભિનેત્રી દીપિકા પાદુકોણને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે હોશંગાબાદમાં કહ્યું કે, દીપિકા જો પોર્ન ફિલ્મમાં અભિનય કરતે તો પણ સરકાર તેને ટેક્સ ફ્રી કરી દેતે? તેમના આ નિવેદન પછી હવે એક નવો મુદ્દો ઊભો થયો છે. સાથે તેમના આ નિવેદનની નિંદા પણ કરવામાં આવી રહી છે.

ભાજપા નેતા ગોપાલ ભાર્ગવના નિવેદનના જવાબમાં મધ્ય પ્રદેશના ખેલ અને ઉચ્ચ શિક્ષા મંત્રી જીતૂ પટવારીએ કહ્યું કે, ગોપાલ ભાર્ગવ જી CLP લીડર છે. એક વિપક્ષની સકારાત્મક ભૂમિકા નીભાવવી તેમની જવાબદારી છે. છપાક ફિલ્મની કહાની એક યુવતિ પર એસિડ ફેંકવા સાથે સંકળાયેલી છે. સામાન્ય લોકોમાં ફિલ્મને લઈને સકારાત્મક વલણ જોવા મળે તે માટે મધ્ય પ્રદેશ સરકારે ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે.

તેમણે કહ્યું, ગોપાલ ભાર્ગવજી એ તેમની માનસિકતાનો પરિચય આપ્યો છે. હું માનું છું કે રાજકીય વ્યક્તિ પણ માણસ જ હોય છે. એક એસિડ એટેક સર્વાઈવર પણ બનેલી ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે. તેના માટે BJPની વિચારધારા જનતાની સામે છે.તેમણે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને લઈને કહ્યું, તેઓ હંમેશા માફિયાના પક્ષમાં, જે નેતા બોલે છે તેમના પક્ષમાં બોલવા લાગે છે. તેઓ પોતાનું પદ છોડ્યા બાદ ઘણાં વિચલિત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.