બ્લૂમબર્ગ બિઝનેસ સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે અમે એવી સરકાર છીએ, જે વેલ્થ ક્રિએશન અને બિઝનેસ કમ્યુનિટીનું સમ્માન કરે છે. અમે કોર્પોરેટ ટેક્સ ઓછો કરવાનો ક્રાન્તિકારી નિર્ણય લીધો છે. તમામ બિઝનેસ લીડર્સ તેને ઐતિહાસિક માને છે.
- બ્લૂમબર્ગ બિઝનેસ સમિટમાં પીએમ મોદીનું સંબોઘન
- પીએમ મોદીએ કહ્યું- ભારત સાથે ભાગીદારી માટે દુનિયાની સામે સુવર્ણ તક
- 5 વર્ષોમાં ભારતમાં 286 અરબ એફડીઆઇ થયો
એમણે કહ્યું કે, રોકાણ વધારવા માટે એક બાદ એક ઘણા નિર્ણયોનું એલાન સરકારની તરફથી કરવામાં આવ્યું છે. નવી સરકારના ગઠન બાદ 50થી વધારે એવા કાનૂનોને અમે સમાપ્ત કરી દીધા છે, જે વિઘ્ન ઉત્પન્ન કરી રહ્યા હતા. નવી સરકારને 3થી 4 મહીના થઆ છે, હું કહીશ આ શરૂઆત છે. હજુ લાંબો સમય બાકી છે. ભારતની સાથે ભાગીદારી માટે દુનિયાની સામે આ સુવર્ણ તક છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે જો આપ નવા ટ્રેડ સાથે રોકાણ કરવા ઇચ્છો છો તો પછી ભારત આવીએ. અમારો યૂથ એપ ઇકોનોમીનો સૌથી મોટો યૂઝર છે. જો આપ સ્ટાર્ટઅપ્સમાં મોટા માર્કેટની સાથે રોકાણ કરવા ઇચ્છો છો તો ભારત આવો. તેની સાથે જ એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ અને ‘મેક ઇન ઇન્ડિયા’ માં રોકાણ માટે પણ બિઝનેસ કમ્યુનિટીને આમંત્રિત કર્યા.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરીશું 100 લાખ કરોડ રૂપિયા
પીએમ મોદીએ કહ્યું ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર અમારી સરકાર જેટલુ રોકાણ કરી રહી છે, એટલુ ક્યારેય નથી કરાયું. આવનારા વર્ષોમાં અમે 100 લાખ કરોડ રૂપિયા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવા જઇ રહ્યા છીએ. એમણે કહ્યું. ભારતે 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
5 વર્ષમાં 286 અરબ એફડીઆઇ
બ્લૂમબર્ગ બિઝનેસ સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે ટેક્સની જાળ હટાવીને અમે જીએસટી લાવ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું, ‘ગત 5 વર્ષોમાં ભારતમાં 286 અરબ એફડીઆઇ થયો છે. જે ગત 20 વર્ષમાં થયેલ કુલ એફડીઆઇનું અડધુ છે.
સોશિયલ મીડિયાને ફેક ન્યૂઝથી બચાવવું જરૂરી
સોશિયલ મીડિયાના ઉપયોગને લઇને પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ગુડ ગવર્નન્સનું એક સારુ હથિયાર છે, પરંતુ ફેક ન્યૂઝ પર પણ લગામ લગાવવાની જરૂર છે. પીએમ મોદીએ કંધાર વિમાન અપહરણનો ઉલ્લેખ કરતા કહ્યું કે મીડિયા દ્વારા આતંકવાદીઓને લાગ્યું હતું કે ભારત આ મુદ્દા પર દબાણમાં છે. ત્યારબાદ ન્યૂઝ ચેનલોએ તેના પર ખુદ મીટિંગ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આપણે એ વિચારવું પડશે કે ટેકનોલોજીમાં બદલાવ કરી ફેક ન્યૂઝ પર લગામ કસવાની કોશિશ કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.