મિત્રને કુલપતિ બનાવવા માટે અમિત શાહ બનીને રાજ્યપાલને ફોન કરતા 2 ઝડપાયા

મધ્ય પ્રદેશમાં પોતાના મિત્રને એક યુનિવર્સિટીના કુલપતિ નિયુક્ત કરાવવા માટે એક વ્યક્તિએ એવું કામ કર્યું, જેના વિશે સાંભળીને મોટા-મોટા અધિકારી પણ ચોંકી ગયા હતા. આ વ્યક્તિએ મધ્ય પ્રદેશ આયુર્વિજ્ઞાન યુનિવર્સિટીમાં કુલપતિના પદ પર પોતાના મિત્રની નિયુક્તિ માટે કોઈ સામાન્ય વ્યક્તિ કે સરકારી અધિકારીને નહીં, પરંતુ સીધો રાજ્યપાલને જ આદેશ આપી દીધો હતો.

ગૃહ મંત્રી અમિત શાહ બનીને રાજ્યપાલને ફોન લગાવીને નિયુક્તિનો આદેશ આપનારા વ્યક્તિ અને તેના સાથીની મધ્ય પ્રદેશ STFએ ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા આરોપી કુલદીપ વાઘેલા એરફોર્સમાં વિંગ કમાન્ડરના પદ પર નોકરી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેની નિયુક્તિ દિલ્હીમાં છે. તેમજ તેના ધરપકડ કરાયેલા સાથીનું નામ ડૉક્ટર ચંદ્રેશ શુક્લા હોવાનું જાણવા મળ્યું છે.

કુલદીપે તે અંગે પ્રયત્નો કરવા છતા કોઈ મેળના પડતા તેણે પોતે જ ગૃહ મંત્રી અમિત શાહ બનીને રાજ્યપાલ લાલજી ટંડનને ફોન કર્યો હતો અને રાજ્યપાલને આદેશ કરતા કહ્યું હતું કે, ડૉ. ચંદ્રેશ કુમાર શુક્લાને આયુર્વિજ્ઞાન યુનિવર્સિટીમાં કુલપતિ બનાવવા માટે કહ્યું. જ્યારે રાજ્યપાલને અવાજ અને વાત કરવાની પદ્ધતિ પર સંદેહ જતા તેમણે આ અંગે પોતાના સ્ટાફને જાણકારી આપી હતી. ત્યારબાદ ગૃહ મંત્રીની દિલ્હી સ્થિત ઓફિસે ફોન કરતા જાણવા મળ્યું હતું કે, તેમણે વો કોઈ જ ફોન કર્યો નહોતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.