અમિત શાહે ભાષાનું ગૌરવ લેવા કહ્યું છતા પણ કુલપતિએ અંગ્રેજીમાં ભાષણ આપ્યું

જીટીયુના વાર્ષિક પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના દીક્ષાંત પ્રવચનમાં જણાવ્યું કે વિદેશી ભાષાથી પ્રભાવીત ન થતા અને આપણા યુવાનો વિદેશી ભાષાથી લઘુતાગ્રંથી ન અનુભવે. વિદેશી ભાષા શીખજો પરંતુ વિદેશી ભાષા આપણો ઉપયોગ  કરી જાય તેવી સ્થિતિ ઉભી ન થવા દેતા.જો તેવુ થશે તો દેશને મોટું નુકશાન થશે.મહત્વનું છે કે એક બાજુ ગુજરાત સરકારે ગુજરાતમાં વિદેશી વિદ્યાર્થીઓ લાવવાનું અભિયાન શરૂ કર્યુ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓને કહ્યુ કે વિદેશી ભાષાથી અને વિદેશથી પ્રભાવિત ન થતા.આપણી ભાષા અને આપણા ભારત પર ગર્વ કરો.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે બપોરે જીટીયુના 9મા વાર્ષિક દીક્ષાંત સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિદ્યાર્થીઓને સંબોધીત કરતા કહ્યુ કે યુવાનોએ વિદેશી બોલતા લોકો અને વિદેશી ભાષા સામે છોછ અનુભવવાની જરૂર નથી.લેન્ગવેજ ઈન્ફિયારિટી કોમ્પલેભ ન અનુભવો.ભાષા એ કોઈ જ્ઞાાન નથી,ભાષા માત્ર અભિવ્યક્તિ છે,ભાષાથી વ્યક્તિગત ક્ષમતાનો પરિચય થતો નથી.અમિત શાહે વધુમાં કહ્યુ કે વિદેશી ભાષા શીખો પરંતુ વિદેશી ભાષાને તમારો ઉપયોગ ન કરવા દેતા. વિદેશી ભાષા જો આપણો ઉપયોગ કરશે તો દેશમાં શિક્ષણ, સાહિત્ય,ખગોળ શાસ્ત્ર સહિત દરેક ક્ષેત્રમાં મોટું નુકશાન થશે.કારણકે આપણી ભાષાઓમાં જ્ઞાાનનો ભંડાર છે.

આપણી ભાષાઓનો ગર્વ કરો. વિદેશમાં જ્યાં પણ જાવ ત્યાં શીખો,ભણો પરંતુ વિદેશથી પ્રભાવિત ન થાવ.આપણી ભાષા અને ભારતનું ગર્વ કરો. તમે તે ભારતમાંથી આવો છો કે જ્યાં દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે,જ્યાં કેમિસ્ટ્રીની શોધ થઈ છે,જ્યાં શૂન્યની શોધ થઈ છે. હાલ દેશના નબળા પડતા અર્થતંત્રને લઈને વિપક્ષ દ્વારા અનેક આક્ષેપો ભાજપ સરકાર સામે થઈ રહ્યા છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસનું નામ લીધા વગર આડકતરી રીતે કહ્યુ કે નિરાશાની વાતો કરનારાથી નિરાશ ન થાવ.

કેટલાક લોકો એવી કોમેન્ટ કરે છે પરંતુ તેના પર ધ્યાન ન આપતા. આપણી ઈકોનોમી માત્ર પાંચ વર્ષમાં 2 ટ્રિલિયન ડોલરથી 3 ટ્રિલિયન ડોલર ઈકોનોમી પર પહોંચી છે અને 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી થનાર છે.ખરાબ જોનાર લોકો ખરાબ જ જોવે છે. ખરાબ જોનારા લોકો અને જેને ખરાબ જોવુ છે તેઓની સામે ન જુઓ.આજે ભારતમાં સૌથી વધુ ડોકટરો,એન્જિનિયર છે અને ભારતમાં હાલ 95 ટકા ઘરમા વીજળી છે તેમજ 2022 સુધીમાં તમામ લોકો પાસે ઘર હશે. હું દેશમાં 130 કરોડ લોકોને સમાવતા ભારતને 130 કરોડો લોકોનું વિશ્વનું સૌથી મોટું માર્કેટ જોવુ છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.