અમદાવાદમાં આયોજિત લવ-કુશ ભાવાત્મક પાટીદાર સમાજમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે હળવી ટકોર કરી છે. તેઓએ કહ્યુ કે તેઓ કડવા પટેલ છે. આથી કડવુ બોલે છે. અને તેનાથી ક્યારેક સમાજ કે સરકારને કડવુ લાગતુ હોય છે. જોકે પાર્ટીના અને સરકારના વરિષ્ઠ નેતાઓ જ તેમનો બચાવ કરતા હોય છે. તેમણે કહ્યુ કે, મને કડવા પટેલ હોવાથી જ માફી પણ મળી જાય છે. પણ સત્ય કડવુ જ હોય છે. અને દવાઓ પણ કડવી જ હોય છે. તેથી જ તે રોગમુક્ત કરે છે.
ભાજપના કદાવર નેતાઓ રહ્યાં હાજર
અમદાવાદમાં પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્રારા ભાવાત્મક સંમેલન યોજાયું. જેમા કડવા-લેઉઆનો ભેદ મિટાવીને આહ્વાન કરાયું હતું. મહત્વનું છે કે અગાઉ પણ 2011માં આ આહ્વાન થયું હતું. આ કાર્યક્રમમાં સી.એમ વિજય રૂપાણી, કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમ રૂપાલા, મહેસુલ મંત્રી કૌશિક પટેલ પણ પહોચ્યા હતા. અને મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને સમાજના લોકો હાજર રહ્યા હતા. સાથે જ આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર વલલ્લભ ભાઈ પટેલનું ઉદાહરણ આપી કડવા અને લેઉઆ પાટીદારોને એક થવા જણાવ્યું. અને તેઓ એક થઈને વિકાસની દિશામાં આગળ વધે તેવું કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.