અમદાવાદમાં લવકુશ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. લવકુશ સંમેલનમાં કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેલા લોકોને ગુજરાતી ભાષાને લઇને માહિતી આપી હતી. તેમને એમ પણ કહ્યું હતું કે, દીકરા-દીકરોઓને ગુજરાતી નહીં આવડે તો યાદ રાખજો એને સૌરાષ્ટ્રની સરધાર શું છે તેની ખબર નહીં પડે.
ગુજરાતી ભાષાને લઇને કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આપણે જે કઈ છીએ તેમાં ગુજરાતી ભાષાનું ઘણું મહત્ત્વ છે. ગુજરાતી ભાષામાંથી પાટીદાર નીકળે છે, કણબી નીકળે છે, એમાંથી ખુમારી નીકળે છે. આજે અહીંયા અમદાવાદની અંદર 5000 પરિવાર એવા નીકળે કે, જેમના દીકરા-દીકરીને ગુજરાતી આવડતું નથી. મને એનો એફ્સોસ નથી કે, આટલા દીકરા-દીકરીઓને ગુજરાતી આવડતું નથી.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, પણ અફસોસએ વાતનો છે કે, એના વાલીઓ ગૌરવથી એની વાત કરે છે. હરખરથી તેમની મા પડોશમાં વાત કરે છે કે, અમારો દીકરો ફલાણી-ફલાણી સ્કૂલમાં ભણવા જાય છે, તેની એક લાખ રૂપિયા તો ફી છે તેમાં ડ્રેસનું અલગ, પ્રવાસનું અલગ આ બધું કહીને પાછું આપણને પૂછે કે, ગણો આના કેટલા થયા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.