ફિલ્મ ‘છપાક’ને લઈને રાજકીય ખેંચતાણ ચાલુ છે. BJP ખુલીને દીપિકા પાદુકોણની ‘છપાક’નો વિરોધ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ ફિલ્મનું સમર્થન કરી રહી છે, પરંતુ BJP શાષિત ઉત્તરાખંડ રાજ્ય સરકારને આ ફિલ્મે કેટલાક બદલાવો કરવા માટે પ્રેરિત ચોક્કસ કર્યા છે.
ઉત્તરાખંડમાં આશરે 10થી 11 એસિડ એટેકની પીડિતાઓ છે, જેમને આર્થિકરીતે સુરક્ષિત અને સ્વાવલંબી બનાવવા માટે રાજ્ય સરકારે તેમને પેન્શન તરીકે આર્થિક મદદ આપવાનો નિર્ણય કર્યો છે, જેને ટૂંક સમયામાં જ કેબિનેટમાં લાવવામાં આવશે.
દેશભરમાં ‘છપાક’ ફિલ્મને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી પર બનાવવામાં આવી છે. શુક્રવારે આ ફિલ્મ દેશભરમાં રીલિઝ થઈ ચુકી છે. એવામાં ફિલ્મ રીલિઝના દિવસે જ ઉત્તરાખંડ સરકારની મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી રેખા આર્યએ એસિડ એટેક પીડિતાઓને લઈને એક મોટી જાહેરાત કરી છે. જેમાં એસિડ એટેક પીડિતાઓને આર્થિક મદદ મળશે. ફિલ્મ ‘છપાક’ની રીલિઝ પર મંત્રી રેખા આર્યને આ મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, તે એસિડ એટેકની પીડિતાઓ માટે આ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.