એક તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતાનાના મત વિસ્તારમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સ્વચ્છ ભારતનો સંદેશો આપતા પતંગ વહેંચ્યા છે જેની સામે કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ જેવા મુદ્દે સરકારને ઘેરવા માટેના પતંગોનું વિતરણ કર્યું છે ત્યારે ઉતરાયણના દિવસે આકાશમાં ભાજપ કોંગ્રેસનો પેચ જામશે.
સરકાર મોંધવારી અને બેરોજગારી સ્થિતિને પહોંચી વળી નથી. ત્યારે પ્રજા અને વિરોધ પક્ષ આ તમામ સમસ્યાને પહોંચી વળવામાં નિષ્ફળ રહેલી સરકાર સામે લાલ આંખ કરી છે. અનેકવાર સરકાર સામે પ્રજા અને વિપક્ષ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આ વખતે અમદાવાદ કોંગ્રેસ દ્વારા મોંઘવારીને મુદ્દે સરકાર સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.
વિરોધ કરવા કોંગ્રેસે ખાસ પતંગ તૈયાર કર્યા છે. જેમાં મોંઘવારી, બેરોજગારી અને શિક્ષણ તેમજ વિરોધની વાત કરવામાં આવી છે. પતંગ પર મોંઘવારી અંગે પ્રહાર કરતા સૂત્રો લખ્યા છે. ત્યારે આ અંગે કોંગ્રેસ નેતા શશિકાંત પટેલે કહ્યું કે, હાલ મોંઘવારી અને બેરોજગારીને કારણે લોકો પરેશાન છે. અમે આ પતંગો એટલા માટે બનાવ્યા છે કારણ કે હાલ યુવાનો પાસે પતંગ ખરીદવાના પૈસા નથી. ત્યારે અમે પતંગ આપી સરકાર સામે વિરોધ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.