ભારતીય જનતા પાર્ટીના આ નેતા મોટેભાગે તેમના વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. તેમણે ફરી એકવાર વિવાદિત નિવેદન આપીને વિવાદ ઊભો કર્યો છે. ભાજપાના આ નેતાએ જનસભામાં કહ્યું, ઉત્તર પ્રદેશની જેમ જ પશ્ચિમ બંગાળમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકોને ગોળી મારી દેશું. અહિં આ નેતા એ ઉપદ્રવિઓની વાત કરી રહ્યા હતા જેમણે CAA વિરોધ પ્રદર્શન દરમિયાન રેલવે અને સાર્વજનિત સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં ભાજપાના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, ગયા વર્ષે નાગરકિતા કાયદાના વિરોધમાં સાર્વજનિક સંપત્તિને ઘણુ નુકસાન પહોંચાડવામાં આવ્યું. રાજ્ય સરકારે ન તો પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કે ગોળી ચલાવવાના આદેશ આપ્યા, કારણ તે તે લોકો મમતા બેનર્જીના વોટર છે.
ભાજપા નેતાએ કહ્યું, શું આ તેમના પિતાની સંપત્તિ છે. તે લોકો(પ્રદર્શનકારી) ટેક્સ ભરનારા લોકોના પૈસાથી બનેલી સંપત્તિને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે. ઉત્તર પ્રદેશ, આસામ અને કર્ણાટકની સરકારે પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવીને બિલકુલ સારું કર્યું.
ભાજપા અધ્યક્ષે રાજ્યમાં બંગાળી હિંદુઓના હિતોને નુકસાન પહોંચાડનારા લોકોની ઓળખને લઈને પણ નિવેદન આપ્યું. તેમણે દાવો કર્યો છે કે, ભારતમાં 2 કરોડ મુસ્લિમ ઘુસણખોરો છે. માત્ર પશ્ચિમ બંગાળમાં જ 1 કરોડ ઘૂસણખોરો છે. અને મમતા બેનર્જી તેમને બચાવવાની કોશિશ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.