કોંગ્રેસી નેતાનો પુત્રમોહ: પુત્રનું ધારાસભ્ય પદ બચાવવા તાલુકા પ્રમુખ પદેથી આપ્યુ રાજીનામુ

  • કોંગ્રેસમાં ફરીથી રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે રહીને કામ કરનારા કોંગ્રેસના નેતાએ રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
  • રિપોર્ટ અનુસાર, ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અને છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસમાં રહીને પક્ષની સેવા કરનારા મોરવા હડફના કોંગ્રેસ તાલુકા પ્રમુખ વી. કે. ખાંટે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. વી. કે. ખાંટે પોતાનું રાજીનામું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને મોકલી આપ્યું છે. તેમણે પોતાના રાજીનામામાં તબિયત નાદુસ્ત રહેતી હોવાના કારણે પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપી કોંગ્રેસના પ્રાથમિક અને સક્રિય સભ્ય તરીકે સેવા ચાલુ રહેશે તેવું પણ જણાવ્યું છે.
  • આ બાબતે કોંગ્રેસના પ્રમુખ અજીત ભટ્ટીએ જણાવ્યું હતું કે, મોરવા હડફ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી. કે. ખાંટનું રાજીનામું પ્રમુખ અમિત ચાવડા અને જિલ્લાકક્ષાએ આપ્યું છે. તેમણે તબિયત સારી ન રહેતી હોવાનું કારણ પોતાના રાજીનામામાં જણાવ્યું છે.
  • વી. કે. ખાંટના રાજીનામાંને લઇને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, સસ્પેન્ડેડ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનો કાર્યકાળ નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે વી. કે. ખાંટે રાજીનામું ધરી દીધું છે. આ ઉપરાંત સાથે-સાથે વી. કે. ખાંટની સામે મોરવા હડફના સ્થાનિક કાર્યકરોમાં છુપા અસંતોષની પણ ચર્ચા થઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.