નિર્ભયાકેસનો આરોપી મુકેશસિંહ ડેથ વોરંટ વિરૂદ્ધ કોર્ટ પહોંચ્યો, આજે થશે સુનાવણી

નિર્ભયા ગેંગરેપ કેસના દોષિત મુકેશસિંહ હવે ડેથ વોરંટ વિરૂદ્ધ કોર્ટ પહોંચ્યો છે. મુકેશના વકીલે મંગળવારે દિલ્હી હાઈકોર્ટમા ડેથ વોરંટ વિરૂદ્ધ અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે દોષિતને દયા અરજી કરવાનો અધિકાર છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે દયા અરજી ફગાવવામાં આવે તો કાયદો દોષિતને સુપ્રીમ કોર્ટ જવાની મંજૂરી આપે છે. ત્યારે ડેથ વોરંટ વિરૂદ્ધની અરજીની સુનાવણી આજે સુનાવણી હાથ ધરાશે.

આ પહેલાં નિર્ભયા ગેંગરેપના કેસમાં દોષિત મુકેશ સિંહે ફાંસીથી બચવા મંગળવારે જ રાષ્ટ્રપતિ સામે દયાની અરજી દાખલ કરી છે. દોષિત મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિની પાસે છે. રાષ્ટ્રપતિએ પણ જો દયા અરજી ફગાવી દીધી તો દોષિતોને ફાંસીની સજા નક્કી કરેલી તારીખે જ આપવામાં આવશે. દોષિત મુકેશે દયા અરજીમાં રાષ્ટ્રપતિ સમક્ષ મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલવાની માગ કરી છે.

બંધારણની કલમ 72 મુજબ રાષ્ટ્રપતિને એવો અધિકાર છે કે તેઓ સજાને માફ કરી શકે છે. અને આ નિર્ણય માટે તેઓને કોઈને કંઈ કારણ આપવાની જરૂર નથી. તો મંગળવારે સુપ્રીમ કોર્ટે સજાને ઓછી કરવાની અરજીને ફગાવી દીધી છે. આ કેસના ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસીના માચડે લટકાડવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.