આજે 72મો સેના દિવસ છે, ખાસ વાત એ છે કે આર્મી પરેડને કેપ્ટન તાન્યા શેરગિલે લીડ કરી. તાન્યા ગણતંત્ર પરેડમાં પણ સેનાની ટુકડીનું નેતૃત્વ કરશે. પહેલી વખત કોઇ મહિલા અધિકારીએ આર્મી ડે પરેડને લીડ કરી છે. તાન્યા પરિવારની ચોથી પેઢી છે જે સેનામાં જોડાયા છે. આ કંઇ પહેલી વખત નથી બન્યું કે જ્યારે કોઇ મહિલા અધિકારીને ગણતંત્ર દિવસ પરેડનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હોય. કેપ્ટન શેરગિલ અંગે ખાસ વાત એ ચોક્કસ છે કે તેઓ પોતાના પરિવારની ચોથી પેઢી છે જે સેનામાં રહીને દેશની સેવા કરી રહ્યા છે.
સેના દિવસ પર બુધવારના રોજ પહેલી વખત એક મહિલા અધિકારી કેપ્ટન તાન્યા શેગરિલ પુરુષોની તમામ ટુકડીનું નેતૃત્વ કરશે. શેરગિલ સેનાના સિગ્નલ કોરમાં કેપ્ટન છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન્સમાં બીટેક કરનાર તાન્યા સેનામાં દાખલ થનાર પોતાના પરિવારના ચોથા પેઢીના સભ્ય છે. તેમના પિતા તોપખાને (આર્ટિલરી), દાદા બખ્તરબંધ (આર્મ્ડ) અને પરદાદા સિખ રેજિમેન્ટમાં પૈદલ સેનિક (ઇન્ફેંટ્રી) તરીકે સેવા આપી ચૂકયા છે.
આર્મી ડે પરેડનું નેતૃત્વ કરનાર પહેલા મહિલા અધિકારી કેપ્ટન તાન્યા બન્યા. તાન્યાને દેશ સેવા અને સૈન્ય અનુશાસન એક રીતે પારિવારિક વારસામાં જ મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.