જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષાના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સામાન્ય સેવાઓ માટે પણ લોકોને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. લોકોના આ સંઘર્ષમાં ભારતીય સેના પણ ખડેપગે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં લઇ જવા માટે જવાનો કલાકો સુધી બરફ પર સાથે ચાલતા રહ્યા. ઉલ્લેખનીય છે કે હિમસ્ખલનની ઝપટમાં આવતા છેલ્લાં ચાર વર્ષમાં 74 ભારતીય જવાન શહીદ થઇ ચૂકયા છે.
જમ્મુ-કાશ્મીરનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને વીડિયો શેર કરી સેનાને અભિનંદન પાઠવ્યા છે. ઇન્ડિયન આર્મીના ચિનાર કોર્પ્સની તરફથી માહિતી આપવામાં આવી કે ભારે બરફવર્ષાની વચ્ચે એક ગર્ભવતી મહિલા શમીમાને હોસ્પિટલ લઇ જવાની જરૂર પડે છે. આ દરમ્યાન ચાર કલાક સુધી 100થી વધુ સેનાના જવાન અને 30 સામાન્ય નાગરિક શમીમાની સાથે ચાલતા રહ્યા. શમીમાને સ્ટ્રેચર પર બરફમાંથી લઇ જવામાં આવી હતી.
પીએમે વીરતાના કર્યા વખાણ
શમીમાએ હોસ્પિટલમાં તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. અત્યારે માતા અને બાળક બંને સ્વસ્થ છે. તેના પર પીએમ મોદીએ ટ્વીટ કરી સેનાની બહાદુરીની મિસાલ ગણાવી. તેમણે લખ્યું કે આપણી સેનાને તેની વીરતા અને પ્રોફેશનાલિઝ માટે ઓળખાય છે અને માનવતા માટે પણ. જ્યારે પણ લોકોને જરૂર પડે છે ત્યારે આપણા સેના દરેક શકય વસ્તુઓ કરે છે. આપણી સેના પર ગર્વ છે. તેમણે શમીમા અને બાળકના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.