DSP દેવેન્દ્ર સિંહ સસ્પેન્ડ, ગુજરાતમાં BJPની ડોર જીતુ વાઘાણીને જ સોંપશે અમિત શાહ

જાન્યુઆરીનાં અંત સુધીમાં બીજેપીના નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે. સંગઠનનાં નવા નામો પર અમિત શાહ મહોર મારી શકે છે. તો ગુજરાત ભાજપનાં સુકાનની ફીરકી અમિત શાહ જીતુ વાઘાણીને આપી શકે છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરત આવવાના છે. અહીં તેઓ L&T પ્લાન્ટમાં તૈયાર થયેલી ટેન્કને લીલી ઝંડી આપશે. બીજી તરફ સંજય રાઉતે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે નરેન્દ્ર મોદીને સારા લીડર ગણાવ્યા છે. નિર્ભયા કેસનાં આરોપી મુકેશને દિલ્હી હાઈકોર્ટે ઝાટકો આપતા કહ્યું છે કે તે ટ્રાયલ કૉર્ટ- સુ્પ્રીમ કૉર્ટમાં જાય. અહીં અરજી નહીં થાય. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે ઝડપાયેલા ડીએસપી દેવેન્દ્ર સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સહિતનાં મહત્વનાં સમાચાર વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો.

ગુજરાત ભાજપમાં ઘણા લાંબા સમય પછી સંગઠનના માળખામાં બદલાવ આવી શકે છે. અને જાન્યુઆરીનાં અંત સુધીમાં બીજેપીના નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે તેવું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ માટે એક અઠવાડિયામાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગુજરાતમાં આવશે. અને આ મામલે ચર્ચા વિચારણ કરી નવા સંગઠનની જાહેરાત કરી શકે છે. અને સંગઠનના નવા નામોને લઈ અમિત શાહ અંતિમ મહોર લગાવશે તેવી પણ ચર્ચા છે.

ભારત દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે આવાના છે. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.