પોષ વદ છઠ્ઠ, ગુરુવાર, કેવો રહેશે આજનો દિવસ તમારા માટે જાણો

પોષ વદ છઠ્ઠ, ગુરુવાર, રવિયોગ ચંદ્ર-ગુરુનો કેન્દ્રયોગ, મેષ ભાવાવેશ કે જિદમાં આવીને કોઈ કામ કે નિર્મય ન કરવામાં ભલું સમજવું. આરોગ્ય સાચવવું. આર્થિક બાબત હલ કરી શકાય. વૃષભ આપની ઘરની કે વ્યવસાયિક કામગીરીઓ અંગે જોઈતી તક યા સગવડતા ન હોય તો પણ પ્રયત્નો ફળદાયી રહે.

મિથુન આપના મનનું તાણ અને બોજ ઉતારવા સક્રિય રહી કાર્યશીલ રહેજો. ઈશ્વરની કૃપા અનુભવાય. ખર્ચ રહે. કર્ક ઉતાવળા દુઃસાહસથી દૂર રહેવું હિતાવહ ગણાશે. નાણાભીડનો ઉપાય મળે. અગત્યના પ્રશ્ન અંગે મદદ મેળવી શકશો.સિંહ આપના મનોવાંછિત કામકાજો અંગે પ્રતિકૂળતા હશે તો વધુ પ્રયત્ને સફળતા મેળવી શકશો. સ્નેહીથી મતભેદ નિવારજો. કન્યા આપની કોઈ પણ સમસ્યાને હલ કરવા આપને ધીરજ અને સહનશક્તિ ઉપયોગી થઈ શકશે. મિલન-મુલાકાત ફળે.

તુલા વિકટ સંજોગો જોઈને હિંમત ન ગુમાવશો. પુરુષાર્થની મદદ દ્વારા તેને પાર કરી શકશો. લાભદાયી તક. પ્રવાસ.
વૃશ્ચિક આપના સંઘર્ષ અને પરિશ્રમનું શુભ પરિણામ જરૃર આવશે તેવી શ્રદ્ધા ફળદાયી બને. વિવાદો શમે.

ધન આપની વ્યવસાયિક કામગીરી સફળ થાય. સ્વાસ્થ્ય ચિંતા દૂર થતી જણાય. નાણાભીડ. મકર આપના કૌટુંબિક અને આર્થિક કામકાજો અંગે સમય સુધરતો જણાય. અગત્યની તક. તબિયત સાચવવી.કુંભ લાગણીઓ અને આવેશ પર કાબૂ રાખવાથી વાત બગડતી અટકશે. ખર્ચ-ખરીદી વધી ન પડે તે જોજો. પ્રવાસ મજાનો. મીન અંતરાયો અને તણાવથી મુક્તિ મેળવી શકશો. સ્નેહી-સ્વજનની મદદ ઉપયોગી રહે. સફળતાની તક સર્જાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.