મોટાભાગે જોવા મળે છે કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ ભરાવતી સમયે પેમેન્ટ માટે લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. જો કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી પેમેન્ટ કેશબેકની સાથે અન્ય અનેક પ્રકારની ઓફર્સ પણ મળે છે. પરંતુ હવે 1 ઓક્ટોબરથી તમને આ સુવિધા મળશે નહી
SBIએ કરી આ જાહેરાત
દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંકે પોતાના ક્રેડિટ કાર્ડ ગ્રહકોને એક SMS મોકલ્યો છે. આ SMSમાં SBIએ જણાવ્યું છે કે 1 ઓક્ટોબરથી પેટ્રોલ પંપથી પેટ્રોલ કે ડીઝલ ખરીદતી સમયે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર મળતી 0.75 ટકાની છૂટને બંધ કરવામાં આવી રહી છે.
3 વર્ષથી મળતી સુવિધા થશે બંધ
સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓની સલાહ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે પેટ્રોલ પંપ પર લગભગ 3 વર્ષથી મળનારી આ સુવિધા હવે બંધ થઈ જશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં નોટબંધી પછી સરકારે સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)ને ઈંધણની ખરીદી માટે કાર્ડથી મળતી 0.75 ટકાની છૂટ આપવાનો નિર્ણય લીધો હતો.
કાર્ડ પેમેન્ટ માટે MDR થયો લાગૂ
પેટ્રોલિયમ કંપનીઓને સરકારના આદેશ બાદ ડિસેમ્બર 2016માં ક્રેડિટ- ડેબિટ કાર્ડ અને ઈ વોલેટની મદદથી 0.75 ટકાની છૂટ મળી રહી હતી. સાથે સરકારે પેટ્રોલિયમ કંપનીઓના કાર્ડને પેમેન્ટ માટે મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)પણ લાગૂ કર્યો હતો. સામાન્ય રીતે MDRની રકમ રિટેલર દ્વારા ચૂકવવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.