NPRની મિટિંગ માટે દિલ્હી નહીં જઉ, રાજ્યપાલ ઈચ્છે તો સરકારને બરતરફ કરી દે: મમતા બેનરજી

કોલકાતાઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)અંગે 17 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની બેઠકમાં હાજરી નહીં આપે. તેમણે બુધવારે એક રેલીમાં કહ્યું હતું કે, હું અને મારી સરકારનો કોઈ પ્રતિનિધિ આ મિટિંગ માટે દિલ્હી નહીં જાય. મમતાએ રાજ્યપાલ જગદીપ ધનખડને પડકાર આપતા કહ્યું કે, તેઓ કેન્દ્રના આદેશ પર તૃણમૂલ સરકાર પાડીને બતાવે. ગત સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોલકાતા મુલાકાત વખતે મમતાએ તેમને NPR, CAA અને NRC અંગે ફરી વિચારણા કરવાની માંગ કરી હતી.

મુખ્યમંત્રી મમતાએ કહ્યું‘કોલકાતામાં કેન્દ્ર સરકારના એક નામદાર(રાજ્યપાલ જગદીપ ધનખડ) છે. બેઠક ન જવા અંગે તેઓ બંગાળ સરકારને બરતરફ કરવાની વાત પણ કહી શકે છે. તેમણે જે કરવું હોય એ કરે, હું તેની પર ધ્યાન નહીં આપું. પરંતુ બંગાળમાં નાગરિકતા કાયદો, NRC અને NPR લાગું નહી થવા દઉ’

મમતાએ NPR અંગે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું- બન્ને પક્ષ કહી રહ્યા છે કે બંગાળમાં તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વાત એકદમ ખોટી છે. અમે NPR અપડેશન પર ગત મહિને જ પ્રતિબંધ લગાવી દીધો હતો. હું શરૂઆતથી જ આના વિરોધમાં છું. લોકોને વિશ્વાસ અપાવું છું કે રાજ્યમાં આવા કાયદાને લાગું નહીં થવા દઉ, જેનાથી લોકોના અધિકાર પર અસર પડે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.