ચીનની કંપની શાઓમીએ મંગળવારે Mi મિક્સ આલ્ફા 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.કંપનીએ હાલ આ ફોનને કોન્સેપ્ટ મોડલની જેમ લોન્ચ કર્યો છે. કંપની સેમસંગ અને હુવાવેની જેમ ફોલ્ડેબલ ફોન બનાવવાની રેસમાં ભાગવા કરતાં હાલ આવા સરાઉન્ડ ડિસ્પ્લે ફોન બનાવવા પર કામ કરી રહી છે. આ ફોનમાં ફ્લેક્સિબલ સ્ક્રીન મળશે, જે યુઝરને સરાઉન્ડ ડિપ્સલેનો અનુભવ દેશે. ફોનની સાઈડમાં કોઈ બેઝલ કે બટન નથી તેની ઉપર અને નીચેની બાજુ ઘણા નાના બેઝલ છે.
કંપનીએ આ ફોનનું જથ્થાબંધ પ્રોડક્શન નહીં કરે. આ સ્માર્ટફોનની લિમિટેડ બેચનું પ્રોડક્શન આ વર્ષે ડિસેમ્બર મહિના સુધીમાં કરવામાં આવશે। સ્માર્ટફોનની કિંમત 2 લાખ રૂપિયા છે.શાઓમી કંપનીનો આ પ્રથમ ફોન છે જે આટલો મોંઘો છે. Mi મિક્સ આલ્ફા સ્માર્ટફોનને કંપનીના વિવિધ સ્ટોરમાં ગ્રાહકો માટે ડિસ્પ્લે કરવામાં આવશે અને યુઝરનો રિસ્પોન્સ પણ લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.