અભિનેતા પવન કલ્યાણ: રાજ્યના લોકો TDP-YSR કોંગ્રેસ સરકારથી તંગ આવી ગયા છે, તેઓ વિકલ્પ શોધી રહ્યા છે

અભિનેતામાંથી રાજનેતા બનેલા પવન કલ્યાણની જન સેવા પાર્ટી (JSP)એ ગુરુવારે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતુ. ભાજપના નેતા GVL નરસિમ્હા રાવ અને પવન કલ્યાણે આ અંગે જાહેરાત કરી હતી. પવન કલ્યાણે કહ્યું હતુકે લોકો રાજ્યમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને YSR કોંગ્રેસની સરકારોથી તંગ આવી ગયા છે. તેઓ ત્રીજા વિકલ્પ તરફ જોઈ રહ્યા છે. ભાજપ-JSP લોકોને વૈકલ્પિક સરકાર આપશે. અમે સાથે મળી વર્ષ 2024માં ચૂંટણીમાં જીત હાંસલ કરશું. આંધ્રપ્રદેશમાં ગત વર્ષ યોજાયેલી વિધાન સભા ચૂંટણીમાં YSR કોંગ્રેસ જંગી બહુમતીહાંસલ કરી સત્તા પર આવી હતી. JSPઆ ચૂંટણીમાં ડાબેરી અને BSP સાથે મળી ચૂંટણી લડ્યું હતું.

નરસિમ્હા રાવે કહ્યું હતુ કે ભાજપ-JSP ગઠબંધન રાજ્યના રાજકારણને સ્વચ્છ કરવા માટે આવ્યું છે. આ એક ઐતિહાસિક પગલું છે. આંધ્રપ્રદેશમાં ભાજપ અન્ય કોઈ પક્ષ સાથે રાજકીય જોડાણ ધરાવતુ નથી. અમે પ્રજાના મુદ્દાલઈને ચૂંટણીમાં ઉતરશું અને વૈકલ્પિક રીતે આગળ વધશું.

ભાજપ નેતા લંકા દિનાકરણે કહ્યું હતું કે રાજ્ય અને રાષ્ટ્રહિતને જોતા પવન કલ્યાણ ભાજપ સાથે જોડાણ કરવાનો જે નિર્ણય કર્યો છે તેનેઅમે આવકારી છીએ. તેમણે TDP અને YSR કોંગ્રેસ પરવંશવાદ અને ભ્રષ્ટ રાજનીતિને ઉત્તેજન આપવાનો આરોપ લગાવ્યો હતો. દિનાકરણે કહ્યું હતું કે અમે જગન મોહન રેડ્ડી સરકારના જનવિરોધી નિર્ણય અને આંધ્રપ્રદેશની ત્રણ રાજધાની બનાવવા જેવા પ્રસ્તાવો સામે લડશું. TDP અગાઉ ભાજપ સાથે ગઠબંધનમાં સામેલ હતું, પરંતુ માર્ચ,2018માં આ ગઠબંધન સાથેનો છેડો ફાડી તે અલગ થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.