રબારી સમાજના કર્મચારીના આપઘાતને પગલે સમગ્ર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ભુવાઆતાએ ભાજપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. રબારી સમાજના હોદ્દેદારો ભાજપમાંથી રાજીનામાં આપશે તેવું ભુવાઆતાએ જણાવ્યું છે. સાથે જ ચિમકી ઉચ્ચારી છે કે ભાજપ સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો સમાજ ભાજપની વિરુદ્ધ જશે.
સંપૂર્ણ રબારી સમાજ અમારી સાથે જ હોવાની જેઠાઆતાએ સંકેત આપ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એલઆરડી પરીક્ષામાં બે દીકરાને અન્યાય મામલે કર્મીએ સરકારી કચેરીમાં જ આપઘાત કરી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.