રૂપાણી અને ડે.CMનાં લાપરવાહીભર્યા નિવેદન, GADના ઠરાવ મુદ્દે ફસાઈ ગુજરાત સરકાર

GADના ઠરાવને રદ કરવાની માંગણી સાથે ભાજપના જ આઠ સાંસદો, કેબિનેટ મંત્રીએ સરકારને પત્રો લખ્યા છે. પોલીસની LRD ભરતી વિવાદમાં ૪૦ દિવસથી અનામત વર્ગની મહિલાઓ આંદોલન કરી રહી છે, તેવામા શુક્રવારથી GADના ઠરાવના સમર્થનમાં બિન અનામત વર્ગે પણ મોરચો ખોલ્યો છે. દરમિયાન શનિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના નેતાઓ સૌને ઉશ્કેર્યાનું કહેતા અનામત મુદ્દે ગુજરાતમાં ફરીથી રાજનીતિ ગરમાઈ છે.

ગતવર્ષે ડિસેમ્બરમાં પોલીસની LRD ભરતીમાં ફાઈનલ યાદી જાહેર થઈ ત્યારથી સત્યાગ્રહ છાવણીમાં અનામત વર્ગનું આંદોલન ચાલી રહ્યુ છે. હવે તો અનામત બચાવો સમિતિ- ABCના નામે આ આંદોલન રાજ્યભર ફેલાઈ રહ્યુ છે. તમામ સ્તરે સિલેક્ટેડ પુત્રોનું ST સર્ટી ફગાવતા શુક્રવારે જૂનાગઢ પિતાએ આપઘાત કર્યાની હૃદયદ્રાવક ઘટના બહાર આવી છે. GADના ઠરાવ રદ કરવા મુદ્દે ભાજપના સાંસદોએ લખેલા પત્ર સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મિડિયાએ સવાલ કર્યો ત્યારે તેમણે ”પોતાની જવાબદારી ઓછી કરવા મેં તો ભલામણ કરી દિધી. હવે મારે કંઈ કરવાનું રહેતુ નથી એમ કરીને મુક્ત થવાનો પ્રયત્ન કર્યો હોય તેમ દેખાય છે” એમ કહ્યુ હતુ ! એટલુ જ નહી, વિરોધ- સર્મથનના આ સંઘર્ષમાં કોંગ્રેસ ઉપર ઠીકરૂ ફોડતા તેમણે કહ્યુ કે ”કોંગ્રેસના નિષ્ણાત વકિલો પાસે બધી માહિતી છે, તેઓ બધુ સમજે- જાણે છે, છતાંયે ઉશ્કેરણી કરતા હોય તેમ દેખાય છે. એક સમાજને કહે છે કે માંગણી કરો- બીજાને કહે જાઓ વિરોધ કરો. પાટીદાર આંદોલન વખતે પણ બંને બાજુ ઉશ્કેરણી કરતા હતા”

ભાજપના સાંસદોના પત્રો મુદ્દે તેમણે એમ કહ્યુ કહ્યુ કે ”કોઈએ પણ આમ કરવુ જોઈએ નહી. મુખ્યમંત્રીને રૂબરૂ મળી ચર્ચા કરવી જોઈએ. આવી વાતોથી અશાંતિનું વાતાવરણ ઊભુ થતુ હોય છે. આ વિષય હાઈકોર્ટમાં છે. ચૂકાદો આવે ત્યાં સુધી રાહ જોવા ગૃહમંત્રી પ્રદિપસિંહ અને મુખ્યમંત્રી તરફથી સૌને કહેવાયુ છે. હાઈકોર્ટ જે ચૂકાદો આપે તે સરકારને શિરોમાન્ય રહેશે”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.