નવી દિલ્હીઃ ભારતમાં લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો મહેન્દ્ર સિંહ ધોનીએ વિરાટ કોહલી અને સચિન તેંદુલકરને પણ પાછળ છોડ્યા છે. સર્વ એજન્સી YouGovએ પુરુષો અને મહિલાઓ માટે બે અલગ-અલગ કેટેગરીમાં 41 દેશોમાં 42 હજાર લોકોનો એક સર્વે કર્યો છે. આ સર્વે મુજબ, પુરુષોમાં નરેન્દ્ર મોદી 15.66% અને મહિલાઓની કેટેગરીમાં બોક્સર મેરીકોમ 10.36%ની સાથે ટોપ પર છે.
સર્વેમાં ધોની 8.58%ની સાથે બીજા અને રતન ટાટા 8.02%ની સાથેૈ ત્રીજા સ્થાને છે. અમિતાભ બચ્ચન છઠ્ઠા, સચિન તેંદુલકર સાતમાં અને વિરાટ કોહલી આઠમાં નંબરે છે.
મલાલા છઠ્ઠા નંબર પર
મહિલાઓમાં મેરીકોમ બાદ કિરણ બેદી(9.46%)બીજા અને લતા મંગેશકર(9.23%) ત્રીજા નંબર પર છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પાકિસ્તનની મલાલ યુસુફજઈ પણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તે આ લિસ્ટમાં 5.75%ની સાથે છઠ્ઠા સ્થાને છે. જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ(5.53%) સાતમાં નંબરે છે.
અમેરિકાના સૌથી જાણીતા ટોપ-20માં બે ભારતીય મહિલાઓ અને બે પુરુષ
જ્યારે અમેરિકાની સૌથી ફેમસ વ્યક્તિઓના ટોપ-20ના લિસ્ટમાં ભારતીય પુરુષ સલમાન ખાન, અમિતાભ બચ્ચન અને બે મહિલાઓ પ્રિયંકા ચોપડા અને ઐશ્વર્યા રાય સામેલ છે. સલમ3ાન(0.47%) 17માં અને અમિતાભ(0.46%) 18માં નંબર પર છે. જ્યારે મહિલાના લિસ્ટમાં પ્રિયંક ચોપડા(0.52%) 18માં અને ઔશ્વર્યા રાય(0.41%) નંબર પર છે.
વર્લ્ડ ટોપ-10માં મોદી એકલા ભારતીય
YouGovના વિશ્વના સૌથી જાણીતા ટોપ-10 લોકાના લિસ્ટમાં એક માત્ર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તે આ લિસ્ટમાં 4.8%ની સાથે છઠ્ઠા નંબર પર છે. શાહરૂખ ખાન અને સલમાન પ્રથમ વાર લિસ્ટમાં ટોપ-20માં સામેલ થયા છે. શાહરૂખ(2.2%) 16માં અને સલમાન(1.7%) 18માં નંબરે છે. જ્યારે વિશ્વમાં સૌથી લોકપ્રિય મહિલાઓની વાત કરવામાં આવે તો લિસ્ટમાં ટોપ-20માં દીપિકા પાદુકોણ(2.8%) 13માં, પ્રિયંકા ચોપડા(2.8%) 14માં, એશ્વર્યા રાય(2.7%) 16માં અને સુષ્મિતા સેન(2.2%) 17માં નંબરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.