દિલ્હીના શાહીન બાગમાં સીએએ અને એનઆરસીને લઇને છેલ્લા એક મહિનાથી ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે. રોજ મહિલાઓ અહીં આવીને બેસે છે અને સરકાર સમક્ષ પોતાની માગ મુકી રહી છે. જોકે એવો દાવો કરાઇ રહ્યો છે કે સરકાર દ્વારા યોગ્ય પ્રતિભાવ ન મળતા હવે શાહીન બાગ અને અન્ય પ્રદર્શનકારીઓએ 29મી જાન્યુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે.
બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં પણ સીએએના સમર્થનમાં અને વિરોધમાં એમ 144 અરજીઓ થઇ છે, જેની સુપ્રીમ કોર્ટ બુધવારે સુનાવણી કરશે. સીએએના વિરોધીઓએ આ કાયદાને ગેરબંધારણીય અને ધાર્મીક આધારે ભેદભાવ કરનારો ગણાવ્યો છે જ્યારે સમર્થકોએ તેને દેશહિત માટે અને શરણાર્થીઓના હિત માટે ગણાવ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે, ન્યાયાધીશ અબ્દુલ નજીર અને ન્યાયાધીશ સંજીવ ખન્નાની બેંચ આ વિવિધ અરજીઓની સુનાવણી હાથ ધરશે. જે 144 અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ છે તેમાં 141 અરજીઓ આ કાયદાની વિરૂદ્ધમાં થઇ છે જ્યારે સમર્થનમાં માત્ર 4 અરજી જ થઇ છે. હવે આ મામલે બુધવારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિકાલ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.