માઈક્રોસેફ્ટના સીઈઓ સત્ય નડેલાએ ફરી આડકતરી રીતે ભારતને જ ટોણોં માર્યો હતો. નાડેલાના ભારતના કાયદા CAAને લઈ અગાઉ આપેલા નિવેદનને લઈને વિવાદ હજી સુધી સમ્યો નથી ત્યાં ફરી એકવાર કંઈક આ પ્રકારનું જ નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં આયોજીત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં આમ કહ્યું છે.
માઈક્રોસેફ્ટના સીઈઓ સત્ય નડેલાએ કહ્યું હતું કે, બહારના દેશની પ્રતિભાઓને સમર્થન ન આપનાર દેશ ગ્લોબલ ટેક ઈન્ડસ્ટ્રીઝના ગ્રોથને જોખમમાં મુકી રહ્યો છે. સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં પહોંચેલા નડેલાએ કહ્યું હતું કે, દરેક દેશ તેમના હિત વિશે ફરી વિચાર કરી રહ્યા છે. આ સારી વાત છે પરંતુ આ વિશે વધારે ટૂંકી વિચારધારા ન રાખવી જોઈએ. કોઈ દેશમાં બહારના લોકો ત્યારે જ જશે જ્યારે ત્યાનું વાતાવરણ અનુકૂળ હશે.
જોકે સત્ય નડેલાએ આ ચર્ચા દરમિયાન કોઈ દેશનું નામ નહતુ લીધું, પરંતુ થોડા દિવસ પહેલાં તેમણે ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિશે અફસોસ વ્યક્ત કર્યો હતો.
આ અગાઉ નડેલાએ CAAનો વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભારતમાં જે પણ કઈ થઈ રહ્યું છે તેનાથી દુખ થાય છે. કોઈ બાંગ્લાદેશી ભારત આવીને મોટી કંપની શરૂ કરશે અથવા ઈન્ફોસીસ જેવી કંપનીના સીઈઓ બનશે તો મને વધારે ખુશી થશે. જોકે નડેલાએ એવું પણ કહ્યું હતું કે, હું ભારત વિશે આશાવાદી છું. ત્યાં રાષ્ટ્ર નિર્માણનો 70 વર્ષનો ઈતિહાસ છે. હું વિચારુ છું કે, આ એક મજબૂત આધાર છે. હું ભારતમાં મોટો થયો છું. ત્યાંના વારસા વિશે મને ગર્વ છે. હું ત્યાંના અનુભવથી પ્રભાવિત છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.