પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. સાયબર ક્રાઇમ બ્રાન્ચે વિરમગામ પાસે આવેલ હાંસલપુર ચોકડીથી તેની ધરપકડ કરી હતી. દરમિયાન મોડી રાત્રે તેને મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ ગણાત્રાના નિવાસે રજૂ કરાયો હતો. જ્યાં તેને 24મી જાન્યુઆરી સુધી ન્યાયિક હિરાસતમાં રાખવાનો આદેશ થયો હતો.
તમને જણાવી દઇએ કે, રાજદ્રોહના કેસની ટ્રાયલ દરમિયાન હાર્દિક પટેલ સતત ગેરહાજર રહેતો હતો અને કોર્ટે તેની ધરપકડ માટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યાના ગણતરીના જ કલાકોમાં પોલીસે હાર્દિકની ધરપકડ કરી લીધી હતી. સાયબર સેલના પીઆઇ બે પીએસઆઇ સહિતની પોલીસ ટીમે હાર્દિકની ધરપકડ કરી તેને ક્રાઇમ બ્રાંચ લઇ જવામાં આવ્યો હતો.
હાર્દિક પટેલના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. હાર્દિક પટેલનાં સેશન્સ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યાં છે. જ્યારે અન્ય એક કેસમાં હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવશે. વર્ષ 2017માં ચૂંટણી પહેલા કોંગ્રેસ ધારાસભ્ય ચંદનજી ઠાકોરનાં સમર્થનમાં હાર્દિકે જાહેરાત કરી હતી. જેના જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો. જેથી આજે સિદ્ધપુર પોલીસ અમદાવાદ પહોંચીને સાબરમતી જેલમાંથી હાર્દિક પટેલની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.