કેતન ઈમાનદારે આપ્યું રાજીનામું,ગુજરાત ભાજપને મોટો ઝટકો

ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં મોટો એક ફટકો પડ્યો છે. ભાજપના ધારાસભ્યએ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. વડોદરાના ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે પોતાના વિસ્તારમાં વિકાસના કામ ન થતા હોવાના આક્ષેપની સાથે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.

કેતન ઈમાનદારનું રાજીનામું પડતા પ્રદેશ ભાજપને મોટો ફટકો પડ્યો છે. વર્ષ 2010 વડોદરા જિલ્લા પંચયતમાં પણ તેઓ ચૂંટાયા હતા. કેતન ઈમાનદાર પહેલા પણ ભાજપના જ ધારાસભ્યોએ પક્ષની સામે બળવો પોકાર્યો હતો અને આક્ષેપો કરી રહ્યા હતા કે, તેમના વિસ્તારમાં વિકાસના કામની રજૂઆત કરવા જતા સરકારી અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી. વડોદરાના ધારાસભ્યો આ બાબતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી ચૂક્યા છે.

કેતન ઇનામદારે પોતાનું રાજીનામાં સ્પષ્ટિ કરણ કર્યું છે કે, જે વિકાસના કામની વાતો થઇ રહી છે તે વિકાસનાં કામ નથી થઇ રહ્યા જેના કારણે તેઓ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે.

2018મા ભાજપના 3 ધારાસભ્યો નારાજ હોવાની ખબર વહેતી થઈ હતી. આ ધારાસભ્યમાં મધુ શ્રીવાસ્તવ, યોગેશ પટેલ અને કેતન ઇનામદારનો સમાવેશ થતો હતો. આ ધારાસભ્યોને પાર્ટીથી નારાજગી છે એવી વાત સામે આવી હતી, પરંતુ આ વાતને કેતન ઇમાનદારે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, અમે પાર્ટીથી નારાજ નથી અમે સરકારી અધિકારીઓથી નારાજ છીએ. મારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાત થઈ અને તેમણે કહ્યું છે કે, આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે. તાત્કાલિક ધોરણે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. સરકારી અધિકારીઓ વાતની ગંભીરતાને સમજતા નથી. તેઓ વાતને ગંભીરતાથી નથી લેતા એટલે અમારે ખુલીને બોલવું પડે છે, પરંતુ અમને વિશ્વાસ છે કે, અમારી સરકારનો આનો રસ્તો લાવશે. અમને મંત્રીઓથી નારાજગી નથી સરકારી અધિકારીથી નારાજગી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.