મૅડિક્લેઇમ માટે જે પ્રીમિયમ ભરવાનું થશે તેની 75% રકમ GJEPC તરફથી આપવામાં આવશે, જ્યારે 25% રકમ રત્નકલાકારે ભરવાની રહેશે.સુરત : હાલ હીરા ઉદ્યોગ મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે. બીજી તરફ GJEPC (Gem and Jewellery Export Promotion Council) અને સુરત ડાઇમન્ડ એસોસિએશન તરફથી રત્નકલાકારોને મૅડિક્લેઇમ સાથે આઈડી કાર્ડ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
જે અંતર્ગત 50 હજાર જેટલા રત્નકલાકારોને મૅડીક્લેઇમ સાથે આઇકાર્ડ આપવામાં આવશે. જેમાં રત્નકલાકારો તેમજ તેમના પરિવારનો રૂ. એક લાખનો મૅડીક્લેઇમ લેવામાં આવશે. આ માટે 27મી સપ્ટેમ્બર અને 28મી સપ્ટેમ્બરના રોજ રત્નકલાકારોની નોંધણી કરવામાં આવશે.
આ માટે જે પ્રીમિયમ ભરવાનું થશે તેની 75% રકમ GJEPC તરફથી આપવામાં આવશે જ્યારે 25% રકમ રત્નકલાકારે પોતે ભરવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.