કાશ્મીર અને નાગરીકતા કાયદા મુદ્દે પાકિસ્તાનની ભાષા મલેશિયાને ભારે પડી છે. ભારતે મલેશિયાની આ નિવેદનબાજી સામે આર્થિક ક્ષેત્રે મોરચો ખોલ્યો.. ભારતે મલેશિયામાંથી પામોલિવ તેલની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત માઇક્રો પ્રોસેસર અને કૉમ્યૂટર પાર્ટ્સની આયાત પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
ભારતે આ પગલું ત્યારે ઉઠાવ્યું છે જ્યારે મલેશિયાનાં વડાપ્રધાન મહાતિર મોહમ્મદ કાશ્મીર મુદ્દાથી લઇ નાગરિકતા કાયદા પર ભારતની ટીકા કરી ચુક્યા છે. આ ઉપરાંત વિવાદાસ્પદ ઇસ્લામિક ધર્મગુરુ ઝાકિર નાયકને આશ્રય આપવાને લઇને પણ ભારત ખફા છે.
જમ્મુ-કાશ્મીર પર મલેશિયાનું નિવેદ ભારત માટે એક રીતે મોટો ઝાટકો હતુ, કેમ કે ભારત અને મલેશિયાની વચ્ચે મોટા પાયા પર વેપાર થાય છે. વર્ષ 2019માં મલેશિયાનાં પામ ઓઈલનું ભારત સૌથી મોટું ખરીદદાર હતુ. ગત વર્ષે ભારતે મલેશિયાથી 40.4 લાખ ટન પામ તેલ ખરીદ્યું હતુ. ભારતમાં ખાવામાં ઉપયોગમાં લેવામાં આવતા તેલોમાં પામ તેલનો બે તૃતીયાંશ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.