પેન્શનધારકો માટે રાહત,બજેટમાં ટેક્સ છૂટ વધીને થઈ શકે છે 50000 રૂપિયા

પેન્શન (Pension)થી થનારી માસિક કમાણી (Monthly Income) પર સરકાર બજેટ (Budget 2020)માં મોટી રાહત આપી શકે છે. સૂત્રો મુજબ, શ્રમ મંત્રાલય (Labour Ministry)એ નાણા મંત્રાલય (Finance Ministry)ને એક પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ મુજબ હાલની છૂટની મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી દેવામાં આવે. મૂળે, પેન્શનથી થનારી આવક, આવકના અન્ય સ્ત્રોતો હેઠળ આવે છે અને ટેક્સેબલ હોય છે. તેની પર હાલ 50 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ફાયદો નથી મળતો. શ્રમ મંત્રાલયનું કહેવું છે કે આ ભેદભાવપૂર્ણ છે. એટલે કે પેન્શનર્સને તેનો ફાયદો આપવામાં આવે તો તે વધુ સારું રહેશે. તેનાથી નાણા મંત્રાલય પર વધુ ભારણ પણ નહીં પડે. સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે અને શક્ય છે કે આ રાહતની જાહેરાત આ વખતના બજેટમાં થઈ જાય.

આ ઉપરાંત, પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં ઇન્કમ ટેક્સ (Income Tax Slab Changes)માં પણ મોટો ફેરફાર હોઈ શકે છે. સૂત્રોનું માનીએ તો વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની કમાણી પર 5% ટેક્સનો પ્રસ્તાવ છે. હાલના સમયમાં વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની કમાણી પર 5 ટકા ટેક્સ લાગે છે. બીજી તરફ, 7થી 10 કે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર 10 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. હાલના સમયમાં 5થી 10 લાખ રૂપિયા સુધીની કમાણી પર 20 ટકા ટેક્સ લાગે છે.

10થી 20 લાખ રૂપિયા સુધીની કમાણી પર 20 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. હાલના સમયમાં 10 લાખ રૂપિયાથી વધુની કમાણી પર 30 ટકા ટેક્સ લાગે છે. 20 લાખથી 10 કરોડ રૂપિયા સુધીની કમાણી પર 30 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત 10 કરોડ રૂપિયાથી વધુની કમાણી પર 35 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.