દર વખતે કોઈપણ વિષય પર લાંબા જવાબો આપતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મીડિયાને જોઈ ભાગ્યા. ભાજપમાં આંતરિક વિખવાદને લઈ પત્રકારોએ પૂછતાં તેમણે કંઈપણ કહેવાનું ટાળી દીધું. અને સીધેસીધા તેમના કાર્યક્રમમાં જતા રહ્યા. ગુજરાત યુનિવર્સિટીમાં તિરંગાયાત્રા કાર્યક્રમમાં તેઓ આવ્યા ત્યારે તેમણે મીડિયાને એવું કહી દીધું કે હું મારા પ્રોગ્રામ માટે આવ્યો છું અને મને તે કરવા દો. મહત્વનું છે કે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામુ આપ્યા બાદ તેમના સમર્થકોએ પણ રાજીનામા ધરી દીધા છે. તો આ ઉપરાંત પણ ભાજપમાં અનેક હોદ્દેદારોમાં આંતરિક અસંતોષ છે. ત્યારે નીતિન પટેલે આ અંગે કંઈપણ કહેવાને બદલે મૌન સાધી લીધું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.