વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. ત્યારે હવે આ મામલે નીતિન પટેલની પ્રતિક્રિયા આપી છે કે, ‘કેતન ઈનામદારે લાગ્ણી પ્રદર્શિત કરી છે. તેમના વહેલી તકે તમામ પ્રશ્નો ઉકેલવામાં આવશે. સરકાર દરેક કામને ગંભીરતાથી લે છે. જાહેર જીવનમાં સેંકડો કામ આવતા હોય છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કેતન ઈનામદાર મામલે કોંગ્રેસને ખુશ થવાની જરૂર નથી. અમિત ચાવડાને જેટલી રાહ જોવી હોય એટલી જુએ. કોંગ્રેસવાળા માટે કોઈ તક નથી, પરંતુ ટેમ્પરરી ખુશ થઈ શકે છે.
CAA મુદ્દે નીતિન પટેલના વિપક્ષ પર આકરા પ્રહારો કરતા આજે એક સટાદાર ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, આજકાલ CAA મુદ્દે ભણેલી ગણેલી આઈટમો પણ સમજતી નથી. CAA પછી તો કેટલાક બે મહિનાથી ઉંઘ્યા પણ નથી. અને આડેધડ તેનો વિરોધ કર્યા કરે છે. શહેરના IIMમાં બધુ ચાલે છે, પરંતુ ખબર નથી ક્યાંથી આવ્યા છે. બીજી બાજુ આજે શાહ આલમમાં થયેલા પથ્થરમારા વિશે વાત કરતા જણાવ્યું કે, અમદાવાદમાં પથ્થર પણ મળતા નથી ત્યાં પથ્થરમારો થયો. પરંતુ જેઓ આ બધુ કરાવે છે તે કાન ખોલીને સાંભળી લે કે, તેઓ એ ભૂલી ગયા કે આ કાશ્મીર નથી, ગુજરાત છે. આપણે શાંતિપ્રિય છીએ એનો અર્થ એવો નથી કે શાંતિથી બેસવું. CAAના કાયદા વિશે ગૃહમંત્રીએ સમજાવ્યું છે કે, અન્ય લોકોને પણ નાગરિકતા આપવાનો કાયદો છે. પરંતુ ઔવેસીનું જેમ તેઓ વિચારે છે. ઔવેસીને એમ છે કે એમનો સમય પાછો આવે. પરંતુ જવાબદારીથી સમયસર ભૂમિકા બતાવવી પડે.
CAA મુદ્દે નીતિન પટેલના વિપક્ષ પર આકરા પ્રહારો કરતા આજે જણાવ્યું હતું કે, ગુજરાતએ પાકિસ્તાન જોડે જોડાયેલ રાજ્ય છે. સંવેદનશીલ રાજ્યની અંદર રહેતા લોકોને જાગૃત રાખવા માટે આપણો સહયોગ જરૂરી છે. સેના અને આઈબી તેની ફરજ બજાવે જ છે પણ આપણી પણ કંઈક ફરજ બને છે. પાકિસ્તાન ભારત સ્થિર ન થાય તે માટે પ્રયત્નશીલ રહે છે. કાશ્મીરનો બનાવ આપણી આંખ ઉઘાડી નાખે તેવા રહ્યો છે. ત્યારબાદ 370 લાગુ કરવામાં આવી. અગાઉ કાશ્મીરમાં આતંકીઓ રોજ આપણી સેનાના જવાનોને નિશાને બનાવતા હતા. જેમાં આતંકવાદીઓને પાકિસ્તાન ફન્ડિંગ આપતું. જેના થકી આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં આપણા CRPF, સેના પર હુમલા કરતા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.