ઈન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશનના ગુજરાત સર્કલ દ્વારા યોજાયેલી કર્મચારીઓની કોન્ફરન્સમાં હાજર રહેલા ગુજરાતના પ્રિન્સિપલ ચીફ ઈન્કમટેક્સ કમિશનર અજય દાસ મહેરોત્રાએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૩૬૪૦૦ કરોડ રુપિયાના ટેક્સ કલેક્શન સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.
તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષ કરતા હાલના તબક્કે ગુજરાતમાં ટેક્સ કલેક્શન ૪૦૦ કરોડ રુપિયા વધારે છે.કોર્પોરેટ ટેક્સમાં સરકારે કરેલા ઘટાડાના કારણે ટેક્સ કલેક્શન પર ગુજરાતમાં બહુ અસર નહી પડે.
અજય દાસ મહેરોત્રાના કહેવા પ્રમાણે કર્મચારીઓના જેટલી પણ રજૂઆતો છે તેનો શક્ય હોય તેટલો જલદી નિકાલ કરવા પર ધ્યાન અપાયુ છે.ફેસલેસ એસેસમેન્ટ સુવિધા માટે કર્મચારીઓની સ્વૈચ્છિક બદલી કરાઈ હતી.૧ જાન્યુઆરીએ ૨૧૪ કર્મચારીઓને પ્રમોશન અપાયા હતા.નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓને તેમના નિવૃત્તિ પછીના લાભ તે જ દિવસે આપી દેવાનુ પણ શક્ય બન્યુ છે.નવી નિમણૂંકો કરવા માટેનુ મોડયુલ તૈયાર કરાયુ છે અને તેના પર આગળ કામ ચાલી રહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.