સરકારે આપ્યો તપાસ નો આદેશ,મહારાષ્ટ્રની ચૂંટણીમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના ફોન થતા હતા ટ્રેપ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વખતે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના શરદ પવારના ફોન ટેપ થતા હતા એવી ચોંકાવનારી વિગત બહાર આવી હતી. આજે શુક્રવાર 24 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ બાબતે તપાસ કરીને પોતાને રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો.ખાસ કરીને શિવસેના અને ભાજપ વચ્ચે સરકરા રચવાના મુદ્દે મતભેદો સર્જાયા ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને શિવસેનાના સાંસદ સંજય રાઉતના ફોન ટેપ થવાના શરૂ થયા હતા.

સંજય રાઉતે કહ્યું હતું  કે મને ભાજપના જ એક પ્રધાને આ માહિતી આપી હતી અને એ સમયે મેં એમને કહ્યું હતું કે હું બાળાસાહેબ ઠાકરેનો ચેલો છું. કોઇ બાબત ચોરીછૂપીથી કરવામાં માનતો નથી. પણ મારું કોઇ ક્યાં સાંભળે છે ?

રાજ્યના એક પ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે અમને મળેલી માહિતી મુજબ મોટા ભાગના બિનભાજપી નેતાઓના ફોન ટેપ થતા હતા. હવે અમે તપાસનો આદેશ આપ્યો છે. અનિલ દેશમુખના આ નિવેદન પછી તરત સંજય રાઉતે કહ્યું કે મને ભાજપના જ એક નેતાએ આ માહિતી આપી હતી. મેં આ માહિતી આપનાર ભાજપી નેતાને કહ્યું હતું કે હું કોઇથી ડરતો નથી. જેને મારી વાત સાંભળવી હોય તે સાંભળે. હું બાળાસાહેબ ઠાકરેનો ચેલો છું. કશું ચોરીછૂપીથી કરતો નથી. જેને મારા ફોન સાંભળવા હોય તે ભલે સાંભળે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.