રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર  પ્રાપ્ત બાળકોની મુલાકાત દરમ્યાન સ્મૃતિ ઇરાનીની સામે PM મોદી બોલ્યા કંઈક આવુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર  પ્રાપ્ત બાળકોની મુલાકાત દરમ્યાન આજે હસી-મજાક પણ કરી અને તેમણે જીવનમાં આગળ વધવાનો મંત્ર આપ્યો. પીએમે બાળકોને આગળ વધવાનો રસ્તો બતાવ્યો. આ દરમ્યાન પીએમ મોદીએ બાળકોને કેટલાંક પ્રશ્નો પણ પૂછયા. આ બધાની વચ્ચે કાર્યક્રમમાં હાજર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની સીરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’નો પણ ઉલ્લેખ કર્યો અને બધા હસવા લાગ્યા.

પછી પીએમે વિદ્યાર્થીઓને પૂછયું કે તમારામાંથી કેટલાં છે જે પાણી દવાની જેમ પીએ છે. તેમણે કહ્યું કે કેટલાંક લોકો હશે જે પાણી જ્યુસની જેમ પીતા હશે. પાણીનો પણ આનંદ લે છે. કેટલાંક લોકો દવાની જેમ ગટગટાવી જશે. તમારામાંથી કેટલાં છે જે પાણીની મજા લે છે. તેમણે કહ્યું કે પાણીને ટેસ્ટની સાથે પીવું જોઇએ. પાણીનો ટેસ્ટ હોય છે. તે શરીરને ખૂબ જ ફાયદો કરે છે. તમે તેને એન્જોય કરો. દવાની જેમ ગટગટાવીને પાણીના પીઓ.

તમે કહેશો શું ફાયદો, મા તો કહે છે અભ્યાસ કરો. હું 5 મિનિટ સુધી પાણી પીઉં છું. તો ઝઘડો થઇ જાય ને. કયારેક કયારેક તો મમ્મી દૂધ લઇને આવે છે અને કોઇ કામ છે કે ટીવી સીરીયલ ચાલી રહ્યું છે તો માતા કહે છે કે ચલ જલ્દી દૂધ પી લે અને તમે પણ દૂધ દવાની જેમ પી જાઓ છો. કારણ કે માતાને સીરીયલ જોવા બેસવું હોય છે. પછી પીએમ જે આગળની લાઇન બોલ્યા તેના પર બધા ખડખડાટ હસવા લાગ્યા. વાત એમ હતી કે પીએમે કહ્યું કે કંઇ? સાસ ભી કભી બહુ થી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.