ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ફ્રી wifi મુદ્દે ટિપ્પણી કરતા કેજરીવાલે આપ્યો આવો સણસણતો જવાબ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીમાં રેલી દરમિયાન જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ફ્રી વાઇફાઇને લઇને પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું, ‘કેજરીવાલજી તમે કહ્યું હતું કે પુરી દિલ્હીમાં ફ્રી Wi-Fi કરી દઇશ. હું રસ્તામાં Wi-Fi શોધતો આવ્યો છુ પરંતુ બેટરી પૂર્ણ થઇ ગઇ પણ Wi-Fi ના મળ્યુ

જેની પર અરવિંદ કેજરીવાલે પોતાના ઓફિશિયલ એકાઉન્ટથી પલટવાર કરતા ટ્વીટ કર્યુ હતું. કેજરીવાલે લખ્યુ, ‘સર અમે ફ્રી વાઇફાઇની સાથે સાથે ફ્રી બેટરી ચાર્જિંગની પણ વ્યવસ્થા કરી છે. દિલ્હીમાં 200 યૂનિટ વિજળી મફત છે.’ મહત્વપૂર્ણ છે કે સબસિડી આપવાને લઇને વિપક્ષની ટિકાનો શિકાર થઇ રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે સીમિત માત્રામાં મફત સેવા આપવી અર્થવ્યવસ્થા માટે સારૂ છે કારણ કે તેનાથી ગરીબો પાસે ધનની ઉપલબ્ધતા રહે છે જેનાથી માંગ વધે છે.

કેજરીવાલે મહિલાઓ માટે મફત બસ સેવા અને 200 યૂનિટ વિજળી આપવાની જોગવાઇ કરી છે. વિપક્ષી દળ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા મફત સેવાઓની જાહેરાતને લઇને દિલ્હી સરકારની ટિકા કરી રહ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.