મહા સુદ એકમ, શનિવાર કેવો રહેશે તમારો દિવસ, જાણો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2076, મહા સુદ એકમ, શનિવાર શુક્ર પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ. મેષ આશાઓના મિનારા તૂટી ન જાય તે માટે જાગૃત રહીને સખત પુરુષાર્થ કરવો પડશે. સ્નેહી-સ્વજનથી સહકાર. પ્રવાસ. વૃષભ આપની અગત્યની યોજના કે વિચારને સાકાર કરવામાં રાહ જોવાની તૈયારી રાખવી પડે. તબિયત સાચવવી. ખર્ચા.

મિથુન સમાધાનકારી વલણ અને જતું કરવાની ભાવના વડે સમસ્યા નિવારી શકશો. પ્રયત્નો ફળે. સાનુકૂળ તક. કર્ક મૂંઝવણોના મહાસાગરમાંથી બહાર નીકળી શકશો. મિત્ર-સ્નેહીનો સહયોગ. નાણાભીડ.

સિંહ આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા માટે હજી ઇંતેજાર કરવો પડે. સમતોલન-સ્વસ્થતા જાળવજો. ગૃહવિવાદ ટાળજો. ખર્ચ વધે. કન્યા ચિંતા-વિષાદ અને ટેન્શનનાં વાદળો વિખેરાતાં જણાય. કાર્યરચના અને પ્રગતિનો અહેસાસ. મિલન-મુલાકાત. આરોગ્ય જળવાય.

તુલા અણધારી તક સર્જાતી લાગે. આપના વિરોધીઓના હાથ હેઠાં પડે. કુદરતી મદદ ખપ લાગે. વૃશ્ચિક આપના મનની શાંતિ અને સ્વસ્થતા તરફ ધ્યાન આપજો. વિવાદથી દૂર રહેજો. આર્થિક સમસ્યા જણાય

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.