ક્યારેક તીડ ભગાડવાની તો ક્યારેક નિરક્ષરો શોધવાની કામગીરી અપાય છે પ્રાથમિક શાળાના શિક્ષકોને

 

શિક્ષકોને શિક્ષણના કાર્યથી જ વંચિત રાખી રોજે રોજ નીત નવી કામગીરી સોંપાય છે. જેને કારણે શિક્ષક બિચારો અને બાપડો થઈ ગયો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે કરેલા પરિપત્રમાં હવે શિક્ષકોને ઘરે ઘરે જઈ નિરક્ષરોને શોધવાનું કામ સોંપાતા ફરી વિવાદ સર્જાયો છે.

રાજ્યમા પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો પર વધુ એક કામગીરી જવાબદારી થોપી દેવાઈ છે. જેને કારણે જ શિક્ષક બેચારા કામ કે બોજ કા મારા જેવો ઘાટ સર્જાયો છે. રાજયના સંયુક્ત પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પ્રાથમિક શિક્ષકો પર વધુ એક જવાબદાર થોપી દીધી છે. આ પરિપત્રમાં હવે શિક્ષકોને ઘરે ઘરે જઈ નિરક્ષરો  શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે. એટલુ જ નહિ શોધાયેલા નિરક્ષરોની ઓનલાઈન એન્ટ્રી કરવાનું કામ પણ સોંપાયું છે. જેથી શિક્ષકો હવે બાળકોને ભણાવવાના બદલે  હવે અભણ લોકોને શોધવા ઘરે ઘરે ફરશે અને ઘરના સભ્યોની માહિતી અને તે પૈકી નિરક્ષર કેટલા છે તેની માહિતી એકત્રિત કરવાની કામગીરી સોંપાઈ છે.

થોડા સમય પહેલા જ શિક્ષણ નિયામકનો પરિપત્ર આવ્યો હતો કે રાજ્યમાં જે પણ લગ્ન સમારંભો, પાર્ટીઓ કે મેળાવડા થાય છે. ત્યાં ભોજન સમારંભમાં અન્નનો બગાડ થતો હોય છે. તે અન્નનો બગાડ અટકાવવા માટે લોકોની જાગ઼તિના કાર્યક્રમો કરવાની જવાબદારી સોંપાઈ હતી. તે પહેલા રાજ્યના સરહદી જિલ્લાઓમાં તીડનો આતંક ફેલાયો હતો. તો તે તીડ ભગાડવાની જવાબદારી શિક્ષકને સોંપાવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર હવે નિરક્ષરોને શોધવાની જવાબદારી સોંપી દેવાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.